શેફાલીના ચાર જીવતદાન સાથે 64 રન, દીપ્તિની ત્રણ વિકેટ
દુબઈઃ ભારતે (6/149) અહીં ગુરુવારે મહિલાઓના ટી-20 એશિયા કપની સેમિ ફાઇનલમાં બાંગ્લાદેશ (7/109)ને 40 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને હવે ભારત (India) આઠમા એશિયા કપ (Asia cup) ટાઇટલથી માત્ર એક ડગલું દૂર છે. અગાઉ ભારતીય મહિલાઓ આ ટૂર્નામેન્ટના વન-ડે ફૉર્મેટમાં ચાર અને ટી-20 ફૉર્મેટમાં ત્રણ ટાઇટલ જીતી હતી. શુક્રવારે પાકિસ્તાન-શ્રીલંકાની સેમિ ફાઇનલની વિજેતા ટીમ રવિવારે (રાત્રે 8.00 વાગ્યાથી) ભારત સામે ફાઇનલ રમશે.
નિગાર સુલતાનાની ટીમની બોલર્સે સારું પર્ફોર્મ કર્યું ત્યાર બાદ બૅટર્સે ભારતની છ બોલરની અસરદાર બોલિંગ સામે થોડી લડત આપવાની સાથે આકરી કસોટી પણ આપવી પડી હતી જેમાં તેઓ નિષ્ફળ રહી હતી. દીપ્તિ શર્માએ ત્રણ તેમ જ નંદની શર્માએ બે તથા પ્રેમા રાવત અને શ્રી ચરનીએ એક-એક વિકેટ લીધી હતી. નંદનીએ મૅચના અંતિમ બે બૉલમાં બે વિકેટ મેળવી હતી.
Marching into the Final! 🇮🇳 A dominant display by
TeamIndia as they win by 4️⃣0️⃣ runs to seal their spot in the Final of the #WomensAsiaCup 🥳 Scorecard ▶️ https://t.co/6OyMx9q1ih #INDvBAN https://t.co/MtVYlVDv8nDeepti Sharma cleans Sobhana Mostary up and puts India one step closer to the Grand Final! 👊✨ Watch #INDvBAN in the #DPWorldWomensAsiaCup2026 LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #NotAGentlemansGame https://t.co/9xtgjaTww6
— Sony Sports Network (@SonySportsNetwk) September 10, 2026— BCCI Women (@BCCIWomen) September 10, 2026
એ પહેલાં, ડિફેન્ડિંગ ચૅમ્પિયન હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 6/149 રનની ઇનિંગ્સમાં છેલ્લા 10 બૉલમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. જોકે એ પહેલાં ઓપનર શેફાલી વર્મા (64 રન, 40 બૉલ, ત્રણ છગ્ગા, સાત ચોગ્ગા)એ ચાર જીવતદાનની મદદથી જીતનો પાયો નાખ્યો હતો. 6, 11 અને 56મા રને તેનો કૅચ છૂટ્યો હતો, તેમ જ એક વખત રનઆઉટ થતાં રહી ગઈ હતી.
&
Deepti Sharma cleans Sobhana Mostary up and puts India one step closer to the Grand Final! 👊✨ Watch #INDvBAN in the #DPWorldWomensAsiaCup2026 LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #NotAGentlemansGame https://t.co/9xtgjaTww6
— Sony Sports Network (@SonySportsNetwk) September 10, 2026
;
ઓપનર શેફાલી વર્માએ ભારત વતી ટી-20માં 20મી હાફ સેન્ચુરી ફટકારી હતી. દાવના અંતિમ તબક્કામાં કૅપ્ટન હરમનપ્રીત કૌર (24 અણનમ, 28 બૉલ, બે છગ્ગા) સાથે નાની ભાગીદારીઓ કરનાર વિકેટકીપર રિચા ઘોષ (21 રન, 16 બૉલ, બે છગ્ગા) તથા ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા (13 રન, છ બૉલ, એક છગ્ગો, એક ચોગ્ગો)એ પણ ફટકાબાજી કરીને બાંગ્લાદેશની બોલર્સની મહેનત પર પાણી ફેરવ્યું હતું. શેફાલી અને 20 રન બનાવનાર પ્રતીકા રાવલ વચ્ચે 50 રનની ભાગીદારી થઈ હતી. સુલતાના ખાતુન નામની સ્પિનરે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.