Mon Oct 05 2026

Logo

શું નીતા અંબાણી આ કારણે હેન્ડ શેક કરવાનું ટાળે છે? સોશિયલ મીડિયા પર વાઈરલ દાવા પાછળનું સત્ય જાણીને ચોંકી જશો.

2026-09-29 12:22:00
Author: Darshana Visaria
શું નીતા અંબાણી આ કારણે હેન્ડ શેક કરવાનું ટાળે છે? સોશિયલ મીડિયા પર વાઈરલ દાવા પાછળનું સત્ય જાણીને ચોંકી જશો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની અને જાણીતા સામાજિક કાર્યકર નીતા અંબાણી હંમેશા પોતાની રોયલ લાઇફસ્ટાઇલ, ફેશન સેન્સ અને સેવાકીય પ્રવૃત્તિઓને કારણે લાઈમલાઈટમાં રહે છે. સોશિયલ મીડિયા પર તેમના અસંખ્ય ફોટા અને વીડિયો નિયમિત વાયરલ થતાં હોય છે. જોકે, નેટિઝન્સનું ધ્યાન અવારનવાર એક અનોખી વાત પર ખેંચાય છે—શું નીતા અંબાણી ખરેખર જાહેર કાર્યક્રમોમાં લોકો સાથે હાથ મિલાવવાનું ટાળે છે અને શારીરિક સંપર્કથી અંતર રાખે છે?

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ પ્રકારના વીડિયો બાદ આ વર્તન પાછળ જ્યોતિષીય દ્રષ્ટિકોણ અને ઓરા (Aura) એટલે કે આધ્યાત્મિક ઊર્જાના આદાન-પ્રદાન અંગે જોરદાર ચર્ચાઓ શરૂ થઈ છે. ચાલો આજે આ સ્ટોરીમાં આપણે આ વિશે વિસ્તારથી વાત કરીએ અને આ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરીએ... 

શારીરિક સંપર્ક અને ઓરા (Aura)નું આધ્યાત્મિક વિજ્ઞાન:
આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર દરેક મનુષ્યની આસપાસ એક વિશિષ્ટ ઊર્જા ક્ષેત્ર એટલે કે ઓરા હોય છે. આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ પણ બે વ્યક્તિઓ હાથ મિલાવે છે કે શારીરિક સ્પર્શ કરે છે, ત્યારે તેમની આંતરિક ઊર્જાઓ વચ્ચે પરસ્પર વિનિમય થાય છે. 

જો સામેવાળી વ્યક્તિમાં નકારાત્મક ઊર્જા કે અશાંતિ હોય, તો સ્પર્શ દ્વારા તેનો પ્રભાવ બીજી વ્યક્તિ પર પડી શકે છે. આ કારણે આધ્યાત્મિક રીતે સંવેદનશીલ લોકો પોતાની પર્સનલ સ્પેસ અને ઓરાને સુરક્ષિત રાખવા માટે હાથ મિલાવવાને બદલે પરંપરાગત રીતે બે હાથ જોડીને 'નમસ્તે' કરવાનું વધુ પસંદ કરે છે.

જ્યોતિષશાસ્ત્ર અને કુંડળીમાં ગ્રહોનો પ્રભાવ:
જ્યોતિષીય મત મુજબ, જે વ્યક્તિઓની કુંડળીમાં ચંદ્રમા કે શનિ ગ્રહનો વિશિષ્ટ પ્રભાવ હોય, તેઓ વાતાવરણ અને અન્ય લોકોની વાઈબ્સ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. આવા વ્યક્તિઓ સામેવાળાની સકારાત્મક કે નકારાત્મક ઊર્જાને ખૂબ ઝડપથી અનુભવી લેતા હોવાથી બિનજરૂરી શારીરિક સંપર્ક ટાળવાનું વલણ રાખતા હોય છે.

વાત કરીએ આ વાઈરલ દાવાની વાસ્તવિકતા શું છે? એની તો નીતા અંબાણી તરફથી કે અંબાણી પરિવાર તરફથી આ અંગે ક્યારેય કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ કે ખુલાસો આપવામાં આવ્યો નથી. મોટાભાગના જાહેર કાર્યક્રમોમાં ભારતીય સંસ્કૃતિ મુજબ સન્માનપૂર્વક 'નમસ્તે' કરવાની તેમની આદત કે અંગત સ્વચ્છતાને પણ આનું કારણ ગણવામાં આવે છે. તેથી, સોશિયલ મીડિયા પર થતાં આવા દાવાઓને માત્ર આધ્યાત્મિક અને જ્યોતિષીય માન્યતાઓ તરીકે જ જોવામાં આવે છે.