Wed Oct 07 2026

Logo

ભાજપના નેતાનું વૉટ્સઍપ અકાઉન્ટ હૅક: રૂપિયાની માગણી કરાઇ

2026-04-29 18:15:31
Author: યોગેશ ડી. પટેલ
ભાજપના નેતાનું વૉટ્સઍપ અકાઉન્ટ હૅક: રૂપિયાની માગણી કરાઇ

નાગપુર: નાગપુરમાં ભાજપના સ્થાનિક નેતાનું વૉટ્સઍપ અકાઉન્ટ હૅક કરવામાં આવ્યું હતું અને કોન્ટેક્ટ લિસ્ટમાંના લોકોના મેસેજ મોકલીને રૂપિયાની માગણી કરાઇ હતી.નાગપુર શહેરના ભાજપના અધ્યક્ષ દયાશંકર તિવારીને મંગળવારે તેનું વૉટ્સઍપ અકાઉન્ટ હૅક થયું હોવાની જાણ થઇ હતી. સાથીદારને શંકા જતાં તેણે તિવારીને કૉલ કર્યો હતો અને તેમના નામે રૂપિયાની માગણી કરાઇ હોવાનું તેને જણાવ્યું હતું.

તિવારીએ બાદમાં સાયબર પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે તપાસ આદરી હતી. તિવારીનું અકાઉન્ટ ત્યાર બાદ સક્રિય કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા લોકોને કોઇ પણ ટ્રાન્ઝેક્શન કરતા પહેલા આવી વિનંતીઓને ચકાસવાની સલાહ આપવામાં આવી છે. (પીટીઆઇ)