Wed Oct 07 2026

Logo

પશ્ચિમ બંગાળમાં હુમાયુ કબીરે રાજકારણમાંથી સંન્યાસ લેવાના સંકેત આપ્યા

2026-10-07 17:59:19
Author: Chandrakant Kanoja
પશ્ચિમ બંગાળમાં હુમાયુ કબીરે રાજકારણમાંથી સંન્યાસ લેવાના સંકેત આપ્યા

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણના મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં મમતા બેનર્જીની મુસ્લિમ વોટબેંકને ટાર્ગેટ કરવા ટીએમસીના પૂર્વ ધારાસભ્ય હુમાયુ કબીર ગત વર્ષની વિધાનસભા ચૂંટણી પહેલાં  મેદાનમાં આવ્યા હતા.તેમજ બાબરી મસ્જિદ બનાવવાની જાહેરાત કરી હતી અને તેનો શિલાન્યાસ પણ કર્યો હતો. તે જ હુમાયુ કબીરે રાજકારણમાંથી સંન્યાસ લેવાના સંકેત આપ્યા છે.  

રાજકારણ છોડવાનો પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો 

આ અંગે મળતી માહિતી મુજબ  આમ જનતા ઉન્નયન પાર્ટીના વડા અને નૌદાના ધારાસભ્ય હુમાયુ કબીર મીડિયા સાથે વાત કરતી વખતે ભાવુક થઈ ગયા હતા. તેમણે મુર્શિદાબાદ જિલ્લાની મુસ્લિમ-બહુલ રેજીનગર વિધાનસભા બેઠક પર ભાજપની જીતની આગાહી કરવાની રાજકારણ છોડવાનો પોતાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો હતો.

પોલીસ સાથે ઘર્ષણ થતા હુમાયુ કબીરની ધરપકડ કરવામાં આવી હતી

રેજીનગરમાં મતદાન દરમિયાન પોલીસ સાથે થયેલા ઉગ્ર ઘર્ષણને પગલે હુમાયુ કબીરની મંગળવારે  ધરપકડ કરવામાં આવી હતી. તેમજ લગભગ 12  કલાક કસ્ટડીમાં રહ્યા બાદ બુધવારે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક વિવાદોના કેન્દ્રમાં રહેલા કબીરે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી સુવેન્દુ અધિકારી પદ પર રહેશે ત્યાં સુધી તેઓ વિધાનસભામાં જશે નહીં. તેમણે આ નિર્ણય બદલ નાઓદાની જનતાની માફી પણ માંગી હતી.

તેમનો ભ્રમ ભાંગી ગયો  

હુમાયુ કબીર મીડિયા સમક્ષ રડી પડ્યા હતા. તેમજ કહ્યું કે  જો સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી રહેશે, તો હું વિધાનસભામાં નહીં જાઉં. હું નાઓદાની જનતાની માફી માંગુ છું. કબીરે રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો સંકેત પણ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે રાજકીય વ્યવસ્થા અને પોતાની સાથે જે પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો છે. તેનાથી તેમનો ભ્રમ ભાંગી ગયો છે.