નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના બરેલીના ભાજપના પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપની સોશિયલ મીડિયા પોસ્ટે ઉત્તર પ્રદેશના રાજકારણનું તાપમાન વધારી દીધું છે. ભાજપના રાજ્યસભાના સાંસદોના ઉમેદવારોની નવી યાદી જાહેર થયા બાદ એમનું નામ કપાતા તેઓ અકળાયા છે. ભાજપના નેતા ધર્મેન્દ્ર કશ્યપે પોતાના ફેસબુક એકાઉન્ટ પર ટાટા બાય-બાય લખી દેતા રાજકીય ગરમાવો વધ્યો છે, આ પોસ્ટ એક સોશિયલ મીડિયાથી બીજામાં વાયરલ થતા એમના સમર્થકો એમના ઘરે પહોંચી ગયા હતા. ફોન પર સતત વાતચીત કરવા માટે રાજકીય આગેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એવું તે શું થયું કે, પૂર્વ સાંસદે અચાનક આવી પોસ્ટ મૂકી દીધી.
ભાજપ છોડવાનું મન બનાવી લીધું
ચર્ચા એવી છે કે, ઉમેદવારોની નવી યાદી સામે આવતા પૂર્વ સાંસદે દુઃખી થીને ભાજપ છોડવાનું મન બનાવી લીધુ હતુ. હવે ટૂંક જ સમયમાં તે બીજી કોઈ પાર્ટી સાથે જોડાઈ શકે છે. ચર્ચા એવી થઈ રહી છે કે, આ મેસેજની પાછળનો હેતું કંઈક બીજો હોઈ શકે છે. એમની એક પોસ્ટે મોટુ રહસ્ય બનાવી દીધુ છે. એવા પણ ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે, તેઓ ટૂંક જ સમયમાં સમાજવાદી પાર્ટી અથવા અન્ય કોઇ મોટા રાજકીય પક્ષ સાથે જોડાઈને નેતૃત્વ સંભાળી શકે છે.

Dharmendra Kashyap
આ માટે તે જે તે પક્ષના હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી શકે છે. હાલમાં તેને સમર્થકોથી લઈને ભાજપના કેટલાક અગ્રણીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા છે. વર્ષ 2002માં ધર્મેન્દ્ર કશ્યપે બહુજન સમાજવાદી પાર્ટીમાંથી ટિકિટ લઈ ધારાસભ્યની ચૂંટણી જીતી હતી. વર્ષ 2003માં તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા એ પછી તેઓ રાજ્યમંત્રી પણ બન્યા હતા. વર્ષ 2009માં લોકસભાની ચૂંટણીમાં આવલા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ આપી હતી. એમની સામે મેનકા ગાંધી કોંગ્રેસમાંથી ઊતર્યા હતા. જે ચૂંટણી હારી ગયા હતા.
ચૂંટણી હારી ગયા
બન્ને વચ્ચે મતનું અંતર સામાન્ય હતુ પણ ભાજપમાં સામેલ થયા બાદ એમનું કદ મોટું થઈ ગયું હતું. વર્ષ 2014 અને 2019માં ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ આપતા તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નીરજ મૌર્ય સામે 15970 મતથી હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી હારી ગયા બાદ પણ તેઓ પોતાની દીકરીને રાજનીતિના મેદાનમાં ઊતારવા માટે તૈયારીઓ કરી રહ્યા હતા. આ માટે તેઓ ખૂબ જ સક્રિય હતા.
ફેસબુક મેસેજ લખી દીધા બાદ અને રાજકીય માહોલ ગરમાયા બાદ હવે એમના આગામી નિર્ણય પર સૌની નજર છે. કેટલાક સ્થાનિક નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. એમના સમર્થકો ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છે કે, કશ્પને સતત ઈગ્નોર કરવામાં આવી રહ્યા હતા. એક સમર્થકે ત્યાં સુધી કહ્યું કે, અગાઉ જે મંત્રી પદે રહી ચૂક્યા છે, રાજ્યસભાના ઉમેદાવર રહ્યા છે હવે ગ્રાઉન્ડ લેવલ પરના નેતાઓને ઈગ્નોર કરવામાં આવી રહ્યા છે. આ જ સ્થિતિ રહી તો આવતા વર્ષે બરેલીની તમામ 9 વિધાનસભાની બેઠક પર નુકસાન થશે.
સમર્થકો સાથે બેઠક યોજાશે
પૂર્વ સાંસદે કહ્યું કે, હવે સમર્થકો નક્કી કરશે. મારા સમર્થકોની સંખ્યા ખૂબ વદારે છે. હવે ટૂંક સમયમાં હું એક મહત્ત્વની બેઠક બોલાવીશ અને નિર્ણય કરીશ. રાજ્યસભાથી મારે કોઈ લેવાદેવા નથી. ટિકિટ તો જ્યાંથી ઈચ્છું ત્યાંથી મળી રહેશે. સમર્થકોની બેઠક બાદ બધુ નક્કી થશે. વર્ષ 2024ની ચૂંટણી લડી અને લોકોએ દિલ ખોલીને મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો. કેટલાક લોકો પર પાર્ટી ક્યારેય કોઈ એક્શન લેતી નથી.
પાર્ટી કોઈ ચિંતા વ્યક્ત નહીં કરે. પછી અમારા જેવા વ્યક્તિઓનું સ્વાભાવિક છે કે, ટાટા બાય બાય કહી દીઈએ. એવું બિલકુલ નથી કે, લોકસભામાં કે વિધાનસભામાં મારા સમર્થક છે. સમગ્ર પ્રદેશમાં સમર્થકો છે. બધાને બોલાવીને એક બેઠક યોજી રહ્યો છું. એમનો મત જાણીશ અને ટૂંક સમયમાં આપની સામે એનું પરિણામ હશે.