પ્રજ્ઞાન ઓઝાની ન્યૂ ઝીલૅન્ડ પ્રવાસ માટેની ટી-20 ટીમમાં તાબડતોબ સમાવેશ
નવી દિલ્હીઃ કાર્યકારી ચીફ સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝાના અધ્યક્ષસ્થાનમાં મંગળવારે ન્યૂ ઝીલૅન્ડ ખાતેના આગામી પ્રવાસ માટેની ટી-20 ટીમ જાહેર કરવામાં આવી હતી જેમાં પીઢ પેસ બોલર અને આ વર્ષની આઇપીએલના સેકન્ડ-બેસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને તાબડતોબ સ્થાન આપવામાં આવ્યું છે. ન્યૂ ઝીલૅન્ડમાં ભારતની ટી-20 સિરીઝ 22મી ઑક્ટોબરે શરૂ થશે.
ભુવી 294 આંતરરાષ્ટ્રીય વિકેટ લઈ ચૂક્યો છે
ચીફ સિલેક્ટરના હોદ્દા પરથી અજિત આગરકરની વિદાય થઈ અને ભુવીને ચાર વર્ષે ભારતીય ટીમમાં કમબૅક કરવા મળ્યું એ સંયોગનો મુદ્દો ભારતીય ક્રિકેટમાં ચર્ચાસ્પદ થઈ ગયો છે. શાંત સ્વભાવનો ભુવનેશ્વર ભારત વતી છેલ્લે 2022માં રમ્યો હતો. તેણે ભારત વતી 87 ટી-20માં લીધેલી 90 વિકેટ સહિત આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 294 વિકેટ મેળવી છે.
જેન-ઝીની ટીમમાં 36 વર્ષીય ભુવીને સ્થાન
ભુવનેશ્વર વાઈટ બૉલને બહુ સારા સ્વિંગ અપાવવા માટે જાણીતો છે. આઉટસ્વિંગર અને ઓચિંતા ઇનકટર તેની બે સૌથી મોટી ખાસિયત છે. ટી-20 ટીમ સામાન્ય રીતે જેન-ઝી ખેલાડીઓ માટેની ટીમ કહેવાય છે. જોકે એમાં 36 વર્ષના ભુવનેશ્વરને સ્થાન આપવાના પ્રજ્ઞાન ઓઝાની કમિટીના નિર્ણયને ભારતીય ક્રિકેટ પ્રેમીઓએ સહર્ષ વધાવી લીધો છે. હવે એવું કહી શકાય કે રોહિત શર્માની વન-ડે કરીઅર હવે કોઈ ખતરો નથી. સૂર્યકુમાર યાદવને પણ ટીમમાં વહેલાસર આવવા મળશે એવી લોકોને આશા છે.
ભુવીના કમબૅક માટે આરપીની ઘણા સમયથી માગણી હતી
કહેવાય છે કે ભુવીને કમબૅક અપાવવા કમિટીના સિલેક્ટર આર. પી. સિંહને ક્યારેય ટેકો નહોતો મળ્યો, પણ પ્રજ્ઞાન ચીફ સિલેક્ટર બની જતાં તેનું મંતવ્ય ધ્યાનમાં લેવામાં આવ્યું છે. કિવીલૅન્ડમાં બાવીસમી ઑક્ટોબરે શરૂ થનારી પાંચ મૅચની ટી-20 શ્રેણી બાદ પાંચ વન-ડે અને બે ટેસ્ટ પણ રમાશે.
ન્યૂ ઝીલૅન્ડ સામેની ભારતની ટી-20 ટીમ
શ્રેયસ ઐયર (કૅપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સૅમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (વાઇસ-કૅપ્ટન), અક્ષર પટેલ, શિવમ દુબે, નીતીશ રેડ્ડી, નમન ધીર, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ.