પાલઘર: પાલઘર જિલ્લાના વાણગાંવમાં 17 વર્ષની કિશોરીને ઘેનયુક્ત પીણું પીવડાવીને બે સગીરે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. કિશોરીના પિતાએ આ પ્રકરણે ફરિયાદ નોંધાવ્યા બાદ બંને સગીર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
વાણગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ચિંચણી વિસ્તારમાં 26 સપ્ટેમ્બરે આ ઘટના બની હતી.
12મા ધોરણમાં અભ્યાસ કરતી કિશોરીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની પુત્રી સવારે કોલેજ જવા પહેલા ખાનગી કોચિંગ ક્લાસીસમાં જવા માટે ઘરેથી નીકળી હતી.
કિશોરીના પિતાને બપોરે 3.30 વાગ્યે તેની પત્નીએ કૉલ કર્યો હતો અને કહ્યું હતું કે તેને સ્થાનિક દુકાનદારે જાણ કરી હતી કે તેમની પુત્રીને તેણે વાણગાંવ નાકા નજીક બે સગીર સાથે ફૂડ સ્ટોલ ખાતે જોઇ હતી.
દુકાનદારે એમ પણ કહ્યું હતું કે બંને સગીરે કિશોરીને ઘેનયુક્ત પીણું પીવા માટે બળબજરી કરી હતી અને બાદમાં તેઓ તેને વાહનમાં ચિંચણી બીચ તરફ લઇ ગયા હતા.
દરમિયાન કિશોરીનો પરિવાર દરિયાકિનારે પહોંચ્યો ત્યારે તે બેભાન અવસ્થામાં મળી આવી હતી અને સગીર તેની સાથે અશ્ર્લીલ વર્તન કરી રહ્યો હતો.
કિશોરીના પિતાએ આક્ષેપ કર્યો હતો કે તેની પુત્રીને ઘેનયુક્ત પીણું પીવડાવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરવા બંને સગીર તેને બીચ પર લઇ આવ્યા હતા.
વાણગાંવ પોલીસ સ્ટેશનમાં બંને સગીર સામે ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
(પીટીઆઇ)