અમેરિકાએ મંગળવારે ફારસની ખાડીમાં ખાર્ગ ટાપુ પાસે ઇરાનના 5 ઓઇલ ટેન્કરો પર હુમલો કર્યો છે. બે અમેરિકી અધિકારીઓના સુત્રોએ જણાવ્યું કે આ ટેન્કર ઇરાનની ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે સંકળાયેલા હતા. આ હુમલો અમેરિકી નેવીના એક વોરશિપ પર મિસાઇલ હુમલાના પ્રયાસના જવાબમા કરવામાં આવ્યો છે.
આ હુમલો અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા તણાવનો ભાગ છે. અમેરિકા હોર્મુઝની આસપાસ સૈન્ય અને આર્થિક દબાણ વધારી રહ્યું છે. અમેરિકી સુરક્ષાદળો વેપારી જહાજોની સુરક્ષા કરી રહ્યા છે. અને ઇરાની પોર્ટ પર યુએસનેવીએ નાકાબંધી લગાવી છે.
નિવેદનમાં કહેવાયું છે કે અમેરિકી હુમલા છેલ્લા બે દિવસમાં વોરશિપ પર બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કરવાના ઇરાની પ્રયાસોના જવાબમાં કરવામાં આવ્યા હતા. આ નવા હુમલા એવા સમયમાં થયા છે જ્યારે વોશિંગ્ટન અને તહેરાન છ મહિના કરતા વધુ સમયથી ચાલ રહેલા યુદ્ધ દરમ્યાન ફરી એકવાર યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છે.
ઇરાને જવાબી કાર્યવાહીની ધમકી આપી છે. IRGCએ બહેરીન અને કુવૈતના બંદર પાસે ઓઇલ ટેન્કરને ટાર્ગેટ કરવાની ધમકી આપી છે.
ઇરાની રાજ્ય ટેલીવિઝન પર પ્રસારિત ચેતવણીમાં કહેવાયું છે કે અમે કુવૈત અને બહેરીનના બંદરોની આસપાસ ઓઇલ ટેન્કર પર સવાર તમામ ચાલક દળને આગ્રહ કરીએ છીએ કે તે તરત પોતાના જહાજ છોડી દે, પછી તે પોર્ટ પર ઉભા હોય કો લંગર નાખી ઉભા હોય કારણ કે જહાજોને ટાર્ગેટ બનાવાશે.
ટ્રંપ પ્રશાસને મંગળવારે ઇરાનના વિમાનન ક્ષેત્ર પર વ્યાપક પ્રતિબંધ પણ લગાવ્યા છે. તેમાં 27 ઇરાની એરલાઇન્સ અને નેવી સર્વિસ પ્રોવાઇડરને નિશાન બનાવાયા છે.
આ ઘટના ઇરાન દ્વારા સોમવારે અમેરિકી નેવીના જહાજો પર હુમલાના પ્રયાસ અને સપ્તાહના અંતે બેલેસ્ટિક મિસાઇલોથી અમેરિકી એરક્રાફટ કેરિયર તેમજ ડિસ્ટ્રોયર પર ફાયરિંગ બાદ આવ્યું છે. અમેરિકી અધિકારીઓના અનુસાર અમેરિકી જહાજને કોઇ નુકસાન નથી પહોંચ્યું.