Tue Oct 06 2026

Logo

સુરતમાં પાટીદારોની વસતી વધારવા ત્રીજા બાળકના જન્મ પર 50 હજારની FD અપાશે, જાણો સંપૂર્ણ વિગત

2026-09-24 10:19:00
Author: Mayur Patel
સુરતમાં પાટીદારોની વસતી વધારવા ત્રીજા બાળકના જન્મ પર 50 હજારની FD અપાશે, જાણો સંપૂર્ણ વિગત

સુરતઃ પાટીદારોની વસતી વધારવા સમાજ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરતમાં પાટીદારોની વસતી વધારવા ત્રીજા બાળકના જન્મ પર 50 હજારની FD આપવામાં આવશે.  પાટીદાર સમાજમાં ઘટતા જન્મદર અને પરિવારોમાં એક જ સંતાન અથવા સંતાન નહીં કરવાનો વધતો ટ્રેન્ડ વચ્ચે સુરતમાં કચ્છ કડવા પાટીદાર સમાજે આ ક્રાંતિકારી નિર્ણય લીધો હતો.

જાણો સંપૂર્ણ વિગત

સુરતના કડોદરા ખાતે મળેલી કચ્છ કડવા પાટીદાર સમાજ અને દક્ષિણ ગુજરાત ઝોનની બેઠકમાં ઘટતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. માજના કોઈપણ પરિવારમાં ત્રીજા બાળકનો જન્મ થશે, તો તેને સન્માન સાથે રૂ. 50,000ની ફિક્સ ડિપોઝિટ (FD) ભેટ આપવામાં આવશે. આ યોજના 13 સપ્ટેમ્બરથી લાગુ કરી દેવાઈ છે.

પાટીદાર સમાજ દ્વારા એક કે બે બાળકોના કારણે કાકા, મામા કે માસી જેવા સંબંધો લુપ્ત ન થાય અને સંયુક્ત પારિવારિક માળખું જળવાઈ રહે તે માટે પરિવારોને વધુ સંતાન માટે પ્રેરિત કરાઈ રહ્યા છે.દીકરા અને દીકરીના જન્મ પ્રમાણ વચ્ચેના તફાવતને સરભર કરવામાં આ યોજના મદદરૂપ બનશે. આજની યુવા પેઢીમાં પરિવારને એક જ સંતાન સુધી મર્યાદિત રાખવાની અથવા સંતાન ન કરવાનો વિચાર વધતો જોવા મળી રહ્યો છે. તેના કારણે સમાજની વસ્તીમાં ઘટાડો થવાની ચિંતા વચ્ચે પરિવારોમાં વધુ સંતાનના જન્મને પ્રોત્સાહન આપવા આ યોજના શરૂ કરવામાં આવી છે.

પાટીદાર આગેવાનોના મતે, ઓછા બાળકોના વલણને કારણે ભવિષ્યમાં હિન્દુ સમાજની વસ્તી ખૂબ ઘટી ન જાય તે માટે અત્યારથી જાગૃત થવું જરૂરી છે.ત્રીજા બાળક પર ચૂંટણી લડવા જેવા કેટલાક સરકારી નિયંત્રણો આવે છે, પરંતુ સમાજનું માનવું છે કે અસ્તિત્વ ટકાવી રાખવું એ સરકારી લાભો કરતાં વધુ જરૂરી છે.