Tue Oct 06 2026

Logo

વિવાન ફિલ્મે ઓપનિંગ કલેક્શન કરોડમાં કર્યું, જાણો શું છે ફિલ્મમાં?

2026-09-26 15:04:00
Author: Mumbai Samachar Team
વિવાન ફિલ્મે ઓપનિંગ કલેક્શન કરોડમાં કર્યું, જાણો શું છે ફિલ્મમાં?

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને એકટ્રેસ તમન્ના ભાટિયાની ફિલ્મ 'ધ વન' 25 સપ્ટેમ્બરે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને દર્શકો અને ફિલ્મ સમીક્ષકો તરફથી સારો રિસ્પોન્સ ન મળ્યો છતાં ફિલ્મે પહેલા દિવસે આશરે 8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ બિહારના વનદેવી મંદિરની કહાની પર આધારિત છે, પરંતુ દર્શકોને જોડી રાખવામાં નિષ્ફ્ળ નીવડી છે. બોક્સ ઓફિસ પર તેની શું અસર રહી, ચાલો જાણીએ. 

'ધ વન' ના પહેલા દિવસનું કલેક્શન 
એક રિપોર્ટ અનુસાર પહેલા દિવસે ફિલ્મ 'ધ વન' એ ભારતમાં નેટ 8.51 કરોડ રૂપિયાની કમાણી કરી અને 10.20 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. ફિલ્મે 1420 શોઝ સાથે સમગ્ર ભારતમા કમાણી કરી હતી. થિયેટર્સમાં ફિલ્મ માટે 26 ટકાની ઓક્યુપેન્સી જોવા મળી હતી. આ ફિલ્મે સિદ્ધાર્થ મલ્હોત્રાની પાછલી 10 ફિલ્મોના ઓપનિંગ ડે કલેક્શનને પાછળ છોડી દીધી છે. સિદ્ધાર્થની પાછલી અનેક ફિલ્મો ખાસ દેખાવ કરી શકી નથી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક્ટરની બીજી ફિલ્મો કરતા સારો દેખાવ કરી રહી છે. 

ફિલ્મ સમીક્ષકોએ કરી ફિલ્મની ટીકા 
આ ફિલ્મ 'ધ વન' ને સમીક્ષકોની તરફ્થી સારું રિએક્શન મળ્યું નથી. એક ફિલ્મ સમીક્ષકના જણાવ્યા અનુસાર તેમણે આ ફિલ્મને ટોર્ચર કહેતા ફક્ત હાલ્ફ સ્ટાર જ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મથી જોડાયેલા અનેક મીમ્સ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં ફિલ્મની ટીકાઓ થઈ રહી છે. વન દેવીની કહાની અને છઠના મહત્વ પર આધારિત આ કહાની દર્શકોની ધીરજની પરીક્ષા લે છે. આ ફિલ્મ અનેક વિખરાયેલી કહાનીઓના કારણે દર્શકોને બાંધી રાખવામાં નિષ્ફળ નીવડી છે. 

ટીવીએફ પાસે રાખી ખોટી આશા 
'ધ વન' માં વિચાર રસપ્રદ છે, કલાકારોએ પણ પોતાનો સારો અભિનય કર્યો છે, પરંતુ નબળી રિસર્ચ, વિખરાયેલી કહાની અને જરૂરતથી વધારે ટ્રેક ફિલ્મને એક ઈમ્પૅક્ટફુલ રહસ્યમય કહાની બનવાથી રોકે છે. 'પંચાયત' જેવી શાનદાર સિરીઝ બનાવનારા દિપક કુમાર મિશ્રાનું આ ફીચર ફિલ્મના ડાયરેક્ટર તરીકે ડેબ્યુ હતું. ફિલ્મનું ડાયરેક્શન સારું છે પરંતુ વીએફએક્સ વધારે સારા બની શકતા હતા. ફિલ્મ નિર્માતા એકતા કપૂર, શોભા કપૂર, અરુણભ કુમાર અને નીરજ કોઠારી છે.