Tue Oct 06 2026

Logo

સુરેન્દ્રનગરની 33 વર્ષની પરીણિતા પાડોશી પરીણિત યુવક સાથે કારમાં નિકળેલી ને અકસ્માત થતાં મોત, શું થયા આક્ષેપ ?

2026-09-30 11:17:58
Author: Mayur Patel
સુરેન્દ્રનગરની 33 વર્ષની પરીણિતા પાડોશી પરીણિત યુવક સાથે કારમાં નિકળેલી ને અકસ્માત થતાં મોત, શું થયા આક્ષેપ ?

અમદાવાદઃ સુરેન્દ્રનગરની 33 વર્ષની પરીણિતા પાડોશી પરીણિત યુવક સાથે કારમાં નિકળેલી ને અકસ્માત થતાં મોતને ભેટી હતી. જે બાદ  મૃતક મહિલાના પરિવારજનોએ ઘટનાને શંકાસ્પદ ગણાવી હતી. પરિવારે મહિલા સાથે કારમાં ગયેલા પરીણિત યુવક સામે આક્ષેપો કરીને મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરવામાં આવી હતી.

શું છે મામલો

સુરેન્દ્રનગરની 33 વર્ષની પરીણિતા પાડોશી પરીણિત યુવક સાથે કારમાં નિકળી હતી. ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર ચુલી ગામ નજીક એક કાર રસ્તાની બાજુમાં લાગેલા હોર્ડિંગ બોર્ડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ધ્રાંગધ્રાની 33 વર્ષીય પરીણિતાનું ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પરીણિતા સાંજના સમયે પોતાના પાડોશમાં રહેતા એક  યુવક સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કાર હોર્ડિંગ બોર્ડ સાથે ટકરાતી સ્પષ્ટ જોવા મળે છે.

પરીણિતાના મોત બાદ પરિવારે આ અકસ્માતને શંકાસ્પદ ગણાવી સાથે રહેલા યુવક સામે ગંભીર આક્ષેપો કર્યા હતો. પરિવારજનોએ પોલીસ સમક્ષ સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.