Tue Oct 06 2026

Logo

સુરતમાં સુનિધિ ચૌહાણના કોન્સર્ટમાં ડાન્સરોના વસ્ત્રોને લઈને વિવાદ, બજરંગ દળે વિરોધ કર્યો

2026-10-04 21:50:29
Author: Chandrakant Kanoja
સુરતમાં સુનિધિ ચૌહાણના કોન્સર્ટમાં ડાન્સરોના વસ્ત્રોને લઈને વિવાદ, બજરંગ દળે વિરોધ કર્યો

સુરત: સુરતમાં બોલિવૂડ સિંગર સુનિધિ ચૌહાણનો 3 ઑક્ટોબરના રોજ યોજાયેલ લાઈવ કોન્સર્ટમાં ડાન્સરોના વસ્ત્રોને લઈને મોટો વિવાદ સર્જાયો છે. આ અંગેના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

આયોજકોએ આ વિરોધને પાયાવિહોણો ગણાવ્યો

બજરંગ દળે વિડીયોમાં થઇ રહેલા પ્રદર્શનને અશોભનીય ગણાવ્યું હતું. તેમજ જવાબદારો સામે કાર્યવાહીની માગ કરવામાં આવી છે. જોકે, આયોજકોએ આ વિરોધને પાયાવિહોણો ગણાવ્યો છે.
તેમજ કહ્યું હતું કેપાસ ન મળતાં સમગ્ર વિવાદ ઉભો કરાયો છે. 

સુનિધીએ બે વખત આઉટફીટ પણ બદલ્યા હતા

આ અંગે મળતી માહિતી મુજબ સુરતના પાલ સ્થિત ગ્રાન્ડ ફેરોહાર ખાતે 3 ઓક્ટોબરથી બોલિવૂડ સિંગર સુનિધિ ચૌહાણે પોતાની ‘આઈ એમ હોમ કમિંગ’ ઈન્ડિયા ટૂરની શરૂઆત કરી હતી. આ કોન્સર્ટની શરૂઆતમાં સુનિધિએ  હિટ ગીતો પર પર્ફોર્મન્સ આપ્યું હતું. તેમજ બે વખત આઉટફીટ પણ બદલ્યા હતા. 

ભારતીય સંસ્કૃતિ અનુસાર યોગ્ય પહેરવેશ હોવો જોઈએ

જોકે, કોન્સર્ટના વાઇરલ વીડિયો બાદ બજરંગ દળના સંયોજક અભિષેક રાજપૂતે આક્ષેપ કર્યો હતો કે  સુનિધિ ચૌહાણના લાઈવ કોન્સર્ટ દરમિયાન કપડાં પહેરવાની મર્યાદા જાળવવામાં આવી ન હોવાની બાબત અમારા ધ્યાને આવી છે. તેમજ  ભારતીય સંસ્કૃતિ અનુસાર યોગ્ય પહેરવેશ હોવો જોઈએ અને કાર્યક્રમોમાં પારિવારિક માહોલ જળવાવો જોઈએ. 

ઇવેન્ટના પાસ નહિ મળતા વિવાદ ઉભો કરાયાનો આક્ષેપ 

જ્યારે બીજી તરફ આ કાર્યક્રમના આયોજકોએ અજેશ કુમારે આક્ષેપ કર્યો હતો કે ઇવેન્ટના પાસ નહિ મળતા વિવાદ ઉભો કરાયો છે. તેમજ દેશમાં કાયદા મુજબ દરેકને કપડાં પહેરવાની સ્વતંત્રતા છે. તેમજ  સુનિધિ ચૌહાણ અગાઉ પણ આવા જ આઉટફિટમાં સુરત અને અમદાવાદ સહિત દેશભરમાં પર્ફોર્મન્સ આપી ચૂક્યા છે.