Mon Oct 05 2026

Logo

દક્ષિણ આફ્રિકામાં ટ્રિપલ એક્સિડન્ટ: બે મિનિ બસ વચ્ચે ભીષણ ટક્કરથી 21 લોકોના મોત

western cape   2026-09-14 16:56:01
Author: Mumbai Samachar Team
દક્ષિણ આફ્રિકામાં ટ્રિપલ એક્સિડન્ટ: બે મિનિ બસ વચ્ચે ભીષણ ટક્કરથી 21 લોકોના મોત

વેસ્ટર્ન કેપઃ દક્ષિણ આફ્રિકાના મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બે મિનિબસના ભીષણ અકસ્માતમાં મોટી દુર્ઘટના ઘટી છે. બે મિનીબસની આમનેસામને ટક્કરા પછી ત્રીજું વાહન પણ તેની સામે ટકરાયું હતું, જેમાં 21 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય લોકોને પણ ગંભીર રીતે ઈજા પહોંચી છે.
રોડ ટ્રાફિક મેનેજમેન્ટે જણાવ્યું હતું કે રવિવારે રાતના વેસ્ટર્ન કેપ પ્રાંતમાં આ અકસ્માત કેપ ટાઉનથી લગભગ 380 કિલોમીટર પૂર્વમાં પ્રિન્સ આલ્બર્ટ અને લી ગામા વિસ્તારની વચ્ચે થયો હતો.

જીવલેણ બની મિનિબસ-ટેક્સી

એજન્સીએ જણાવ્યું હતું કે અકસ્માત મોટો છે, જેમાં મૃતકની સંખ્યામાં વધારો થઈ શકે છે, કારણ કે વેસ્ટર્ન કેપમાં ઈમરજન્સી સર્વિસ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. દક્ષિણ આફ્રિકામાં લાખો લોકો માટે મિનિ બસ જાહેર પરિવહનનું મુખ્ય માધ્યમ છે, જેમાં જીવલેણ અકસ્માતો પણ સર્જાતા હોય છે. જાન્યુઆરીમાં પણ બે મિનિબસ ટેક્સીની વચ્ચે અલગ અલગ અકસ્માતમાં પચીસ લાકોનાં મોત થયા હતા, જેમાં 14 બાળકનો સમાવેશ હતો.

અકસ્માત પછી હાઈ-વે બંધ

પોલીસે વધુમાં જણાવ્યું કે અકસ્માતમાં ત્રણ પીડિતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. વેસ્ટર્ન કેપ મોબિલિટી વિભાગે જણાવ્યું છે કે અધિકારીએ જણાવ્યું છે કે આ અકસ્માતમાં બે મિનિબસ ટેક્સીની આમનેસામને ટકરાઈ હતી, ત્યાર પછી એસયુવી સાથે ટકરાઈ હતી. અકસ્માત પછી હાઈવેને બંધ કરવામાં આવ્યો હતો અને રોડ ટ્રાફિક મેનેજમેન્ટ કોર્પોરેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.