Tue Oct 06 2026

Logo

દિગ્ગજ ફિલ્મમેકર સિંગીતમ શ્રીનિવાસ રાવનું 94 વર્ષની વયે નિધન, ‘આદિત્ય 369’થી સર્જ્યો હતો ટાઈમ ટ્રાવેલનો જાદુ

2026-10-04 11:34:48
Author: Mumbai Samachar Team
દિગ્ગજ ફિલ્મમેકર સિંગીતમ શ્રીનિવાસ રાવનું 94 વર્ષની વયે નિધન, ‘આદિત્ય 369’થી સર્જ્યો હતો ટાઈમ ટ્રાવેલનો જાદુ

ચેન્નાઈ: ભારતીય સિનેમાના દિગ્ગજ ફિલ્મમેકર, લેખક અને સર્જક સિંગીતમ શ્રીનિવાસ રાવનું નિધન થયું છે. તેઓ 94 વર્ષના હતા. તબિયત લથડ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ ઉંમર સંબંધિત બીમારીઓની સારવાર લઈ રહ્યા હતા. સિંગીતમ શ્રીનિવાસ રાવે વર્ષ 1991 માં જ ટાઈમ ટ્રાવેલ પર ફિલ્મ બનાવી દીધી હતી. પોતાના કરિયરમા અનેક ફિલ્મ એવોર્ડ્સ પણ તેમણે જીત્યા હતા. તેમના નિધનથી દક્ષિણ ભારતીય ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. 

એક રિપોર્ટ અનુસાર તેઓ ઘણા સમયથી બીમાર હતા. ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના પરિવારના સદસ્યોએ તેમના નિધનની જાણકારી શેર કરી હતી. વધારે તબિયત લથડતા તેમનું નિધન થયું હતું. આ ખબર બાદ તેમના પરિવાર અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં દુઃખનો માહોલ છે. સાઉથ ઇન્ડસ્ટ્રી સાથે ભારતભરના ફિલ્મી જગતમાં શોકનો માહોલ છવાયો છે. 

https://x.com/tarak9999/status/2106442381600104682?s=20

તેમના નિધન બાદ દક્ષિણ ભારતીય ફિલ્મ જગતની અનેક હસ્તીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. જુનિયર એનટીઆરે તેમને સમયથી આગળ વિચારનારા ‘વિઝનરી’ ફિલ્મમેકર ગણાવ્યા હતા. 'આદિત્ય 369', 'પુષ્પક વિમાનમ', 'મયુરી'.. ના એક દૂરંદેશી નિર્દેશક હતાં. તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ. ૐ શાંતિ.' સિંગીતમ શ્રીનિવાસ રાવની છ દાયકાથી વધુ લાંબી ફિલ્મી સફર પ્રયોગશીલતા અને નવીન વાર્તાકથનની એવી વિરાસત છોડી ગઈ છે, જે ભારતીય સિનેમામાં લાંબા સમય સુધી યાદ રહેશે.