Tue Oct 06 2026

Logo

સાઉદી અરેબિયા પર હૂતીઓના હુમલાને લઈ ભારતનો મેસેજ, આવા હુમલાઓ ક્યારેય સ્વીકાર્ય નથી

2026-09-19 11:44:00
Author: Mumbai Samachar Team
સાઉદી અરેબિયા પર હૂતીઓના હુમલાને લઈ ભારતનો મેસેજ, આવા હુમલાઓ ક્યારેય સ્વીકાર્ય નથી


નવી દિલ્હીઃ હૂતીઓ દ્વારા સાઉદી અરેબિયા પર થયેલી હુમલાની ભારતે આકરા શબ્દોમાં નિંદા કરી છે. આવું કૃત્ય ક્યારેય સ્વીકાર્ય નથી એવી વાત સ્પષ્ટ કરી છે. આ વિષય પર પાકિસ્તાને કહ્યું હતું કે, ઈસ્લામાબાદ સાઉદી અરેબિયાની સુરક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. હૂતીએ કરેલા સાઉદી અરેબિયા પર હુમલાને લઈ દુનિયાના તમામ દેશ ચિંતિત છે. મુશાયત, આભા અને તાઈફ શહેરમાં બેલેસ્ટિક મિસાઈલમારો કર્યો હતો. ડ્રોનથી હુમલો પણ કર્યો હતો. જેમાં અનેક નાગરિકોને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે શહેરના કેટલાક આંતળમાળખાને પણ તોડી પાડવામાં આવ્યા હતા.

આકરા શબ્દોમાં ભારતે નિંદા કરી
હૂતીઓએ સાઉદી અરેબિયા પર કરેલા હુમલાની ભારતે આકરા શબ્દોમાં નિંદા કરી છે. આ સમગ્ર હુમલાને ક્ષેત્રીય સુરક્ષા ઓછી કરતો હુમલો ગણાવ્યો હતો. આવા હુમલાઓ બાબ અલ મંદેબ જેવા મહત્ત્વના જળમાર્ગ પર જોખમ ઊભું કરે છે. ભારતે સાઉદી અરેબિયાના વ્યાપારી ઠેકાણા પર અને મક્કા શહેર હુમલાના પ્રયાસની પણ નિંદા કરી છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, યમનમાં સુરક્ષા હાલાત બગડી રહ્યા છે જેને લઈ ભારત ચિંતા વ્યક્ત કરે છે અમે સાઉદી અરેબિયાના સંપ્રભુ વિસ્તારો ખાસ કરીને સામાન્ય નાગરિકો રહે છે તે અને વ્યાપારી ઠેકાણાને જે રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા છે, મક્કા શહેર પર હુમલો કરવાનો પ્રયાસ થયો છે એની નિંદા કરીએ છીએ. આ પ્રકાર હુમલા શાંતિ અને સ્થિરતાને ભંગ કરે છે. બાબ અલ મંદેબ જેવા મહત્ત્વના પોર્ટ પાસે હુમલો થતા પરિવહન પર જોખમ ઊભું થયું છે જે ભારતને ક્યારેય સ્વીકાર્ય નથી. અમે આશા વ્યક્ત કરીએ કે, આ વિસ્તારમાં ફરી શાંતિ અને સ્થિરતા સ્થપાય. 

મિડલઈસ્ટમાં પરિસ્થિત વણસી
આ હુમલાને લઈને પાડોશી દેશ પાકિસ્તાનનું પણ એક નિવેદન સામે આવ્યું છે જે સૌથી વધારે ચર્ચામાં છે. પાકિસ્તાનના એક સૈન્ય અધિકારીએ કહ્યું કે, ઈસ્લામાબાદ સાઉદી અરેબિયની રક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે અને તે જશે. મિડલઈસ્ટમાં સુરક્ષાને લઈ ઈસ્લામાબાદની તમામ તૈયારીઓ કોઈ જ પ્રકારની શરત વગરની છે. પાકિસ્તાન સેના પ્રવક્તા લે.જનરલ અહમદ શરીફ ચૌધરીએ એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, પાકિસ્તાન કુટનીતિક અને ભૌતિક બન્ને રીતે સાઉદી અરેબિયાના સામ્રાજ્ય સાથે સંપૂર્ણ રીતે પડખે ઊભો છે.

સાઉદી અરેબિયા અને યમનના હુથી બળવાખોરો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. તાજેતરના દિવસોમાં, હુથી બળવાખોરોએ સાઉદીના લક્ષ્યો પર હુમલા કર્યા છે અને લાલ સમુદ્રમાં વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા 'બાબ અલ-મંદેબ' જળમાર્ગ પર નિયંત્રણ સ્થાપિત કર્યું છે. હુથીઓએ સાઉદીના તેલ સંસાધનો અને અન્ય મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ પર હુમલા કર્યા છે, જેનાથી પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ વધુ વણસી છે.