વિજેતા ભારતીય ટીમની દરેક ખેલાડીને ત્રણ લાખ રૂપિયાનું ઇનામ
મૉકી (ચીન): મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં ગઢિંગ્લજ તાલુકાના નૂલ ગામમાં રહેતી સનિકા ચંદ્રકાન્ત માને નામની હૉકી ખેલાડીએ અહીં રવિવારે જુનિયર એશિયા કપમાં ચીન સામેની ફાઇનલમાં 17મી મિનિટમાં જે ગોલ કર્યો એની મદદથી ખૈદમ ચાનુની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમે છેવટે 1-0થી વિજય મેળવ્યો અને આ ટૂર્નામેન્ટની ટ્રોફી જીતવાની સાથે જુનિયર હૉકી વર્લ્ડ કપ માટેનું ક્વૉલિફિકેશન પણ મેળવી લીધું હતું.
ભારત-ચીનની મહિલા ખેલાડીઓ વચ્ચે આ નિર્ણાયક મુકાબલામાં જોરદાર રસાકસી થઈ હતી, પરંતુ બીજા ક્વૉર્ટરની શરૂઆતમાં જ સનિકા માને (Sanika Mane)એ જે ગોલ કર્યો એ ભારતીય ટીમ માટે વરદાન સાબિત થયો હતો અને આ ગોલ ચીનની ટીમને પરાજય સુધી દોરી ગયો હતો. ભારત ડિફેન્ડિંગ ચૅમ્પિયન હોવાથી આ વખતે જીતીને ટ્રોફી જાળવી રાખી છે.
🚨 BREAKING: India’s young stars are ASIA CHAMPIONS! 🇮🇳🏆
— Diganta Guha (@diganta_guha) September 13, 2026
The Indian women’s junior hockey team has beaten China in the final to win the Junior Asia Cup! A huge moment for Indian hockey and another big statement from the next generation.#JuniorAsiaCup #IndianHockey #TeamIndia…
ફાઇનલની શરૂઆતમાં ચીનની ખેલાડીઓએ મોટા ભાગે બૉલ પર કબજો જાળવી રાખ્યો હતો અને ભારતીય ટીમને થોડા માનસિક દબાણમાં લાવી દીધી હતી. જોકે ભારતીય ટીમ વહેલાસર પ્રેશરની બહાર આવી ગઈ હતી અને 17મી મિનિટમાં ગોલ કરીને ચીનની ટીમને પ્રેશરમાં લાવી દીધી હતી. સનિકાએ ગોલની તક મળતાં ગજબની સતર્કતા બતાવી હતી. તેણે સમજદારીપૂર્વકની મૂવમેન્ટથી ચીનની એક ડિફેન્ડરની પાછળ ગઈ હતી અને પોતાને પરફેક્ટ પૉઝિશનમાં ગોઠવીને પાંચ મીટર દૂરથી બૉલને ગોલપોસ્ટમાં મોકલી દીધો હતો. સનિકાના આ સપાટામાં ચીનની ગોલકીપર શુ મેન્ગિજાઓ લાચાર સાબિત થઈ હતી.
𝗧𝗛𝗘 𝗠𝗢𝗠𝗘𝗡𝗧 𝗜𝗧 𝗔𝗟𝗟 𝗦𝗜𝗡𝗞𝗦 𝗜𝗡. 🇮🇳🏆
— Hockey India (@TheHockeyIndia) September 13, 2026
From tears to laughter, hugs to unforgettable celebrations, the Indian Junior Women’s Team let it all out after being crowned AHF Junior Asia Cup 2026 champions! 🥇💙#HockeyIndia #IndiaKaGame #JuniorAsiaCup pic.twitter.com/NC2OR6Se9k
થોડી વાર બાદ ચીનને એક પેનલ્ટી કૉર્નર મારફત ગોલ કરવાની તક મળી હતી, પરંતુ એની એક ખેલાડીએ ફટકારેલો બૉલ નિયમ બહારની ઊંચાઈએથી ગોલપોસ્ટમાં જતાં એ ગોલ નકારવામાં આવ્યો હતો. બે મિનિટ બાદ ભારતને બીજો ગોલ કરવાનો મોકો મળ્યો હતો. જોકે કૅપ્ટન ખૈદમ ચાનુના શૉટમાં ચીની ગોલકીપરે ગોલ નહોતો થવા દીધો.
𝗧𝗛𝗘 𝗚𝗢𝗔𝗟 𝗧𝗛𝗔𝗧 𝗪𝗢𝗡 𝗜𝗧 𝗔𝗟𝗟! 🇮🇳🔥
— Hockey India (@TheHockeyIndia) September 13, 2026
Sanika Chandrakant Mane scored the only goal of the final and was named ‘Player of the Match’ as India lifted the AHF Women’s Junior Asia Cup 2026 trophy! 🏆🥇#HockeyIndia #IndiaKaGame #JuniorAsiaCup pic.twitter.com/QXDfJgXIbD
ભારતીય મહિલા ટીમ આખા એશિયા કપ (Asia cup)માં અપરાજિત રહી હતી. હૉકી ઇન્ડિયાએ ચૅમ્પિયન ટીમની દરેક ખેલાડી માટે ત્રણ લાખ રૂપિયાના અને સપોર્ટ સ્ટાફના પ્રત્યેક મેમ્બર માટે દોઢ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.