Tue Oct 06 2026

Logo

રશિયા-યુક્રેન યુદ્ધની ગ્લોબલ ફ્યુલ માર્કેટ પર અસર, ટ્રમ્પે ઝેલેન્સ્કીને રશિયાની ઓઇલ રિફાઈનરી હુમલા ન કરવા કહ્યું

Washington   2026-09-14 20:40:11
Author: Chandrakant Kanoja
રશિયા-યુક્રેન યુદ્ધની ગ્લોબલ ફ્યુલ માર્કેટ પર અસર, ટ્રમ્પે ઝેલેન્સ્કીને રશિયાની ઓઇલ રિફાઈનરી હુમલા ન કરવા કહ્યું

વોશિંગ્ટન: રશિયા અને યુક્રેન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. જોકે, આ દેશો વચ્ચેના યુદ્ધની અસર ગ્લોબલ ફ્યુલ માર્કેટ પર પણ પડી રહી છે. જેમાં હાલ અમેરિકામાં ડીઝલની સરેરાશ કિંમત પ્રથમ વખત પ્રતિ ગેલન 6 ડોલરની સપાટીને વટાવી ગઈ છે. જેના પગલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રશિયન ઓઈલ રિફાઈનરીઓ પરના હુમલા અટકાવવા કહ્યું છે. જેના લીધે ડીઝલના ઉત્પાદન પર અસર પડે છે.  

આયર્લેન્ડની સત્તાવાર મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી 

આયર્લેન્ડની સત્તાવાર મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઝેલેન્સકીએ રશિયામાં ડીઝલ ઇંધણ ઉત્પાદનને નુકસાન પહોંચાડતા હુમલાઓ બંધ કરવા જોઈએ. તેમણે ટિપ્પણી કરી હતી કે જ્યારે લક્ષ્યો પર હુમલો થઈ શકે છે, ત્યારે ડીઝલ ઇંધણ સુવિધાઓને બચાવવી જોઈએ

ઇંધણ સંકટ માટે એકલા મધ્ય પૂર્વને જવાબદાર ઠેરવી શકાય નહીં

ડોનાલ્ડ ટ્રમ્પે પણ નોંધ્યું હતું કે વર્તમાન ઇંધણ સંકટ માટે એકલા મધ્ય પૂર્વને જવાબદાર ઠેરવી શકાય નહીં. તેમના મતે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વૈશ્વિક ઇંધણ પુરવઠાને પણ અસર કરી રહ્યું છે.

રશિયાએ ડીઝલ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો

ઉલ્લેખનીય છે કે, યુક્રેને હાલમાં જ રશિયાની ઓઇલ રિફાઇનરીઓ, ઓઇલ સંગ્રહ સુવિધાઓ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ડ્રોન હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. યુક્રેનનો હેતુ  રશિયન ઉર્જા માળખાને નુકસાન પહોંચાડીને મોસ્કો માટે યુદ્ધના આર્થિક અને લશ્કરી ખર્ચમાં વધારો કરવાનો છે. આ હુમલાથી ઘણી રિફાઇનરીઓમાં કામગીરી ખોરવાઇ છે.તેમજ સ્થાનિક બજારમાં ઇંધણ પુરવઠો જાળવવા માટે રશિયાએ ડીઝલ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.