Tue Oct 06 2026

Logo

ક્રિકેટ બાદ હવે ટીવીના પડદે પણ રોહિત-સુપરહિટ, ફેન્સને ગમી ગઈ રજૂઆત

2026-09-20 14:16:00
Author: Mumbai Samachar Team
ક્રિકેટ બાદ હવે ટીવીના પડદે પણ રોહિત-સુપરહિટ, ફેન્સને ગમી ગઈ રજૂઆત

મુંબઈ: ભારતના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર રોહિત શર્માએ ટીવીની દુનિયામાં ડેબ્યુ કર્યું હતું. ક્રિકેટના મેદાન પર રોહિત શર્માને સૌએ અનેક વખત જોયો છે, પરંતુ તેનો આ મસ્તમૌલા અને રમૂજી અંદાજ બહુ ઓછા લોકોએ જોયો હશે. હવે દર્શકોને તેનો આનંદ ટીવી પર જોવા મળશે. તેના મોસ્ટ અવેટેડ ટીવી શો ‘ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા’નું પ્રીમિયર સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ પર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફેમિલી ગેમ શો એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામના હોસ્ટ તરીકે રોહિત શર્માનો આ પ્રથમ મોટો શો છે. તેમાં ક્રિકેટરે નાના પડદા પર પોતાનો મજાકિયા અંદાજ અને બેફિકર વ્યક્તિત્વ દર્શાવ્યું હતું.

રોહિત શર્માના શોમાં શ્રેયસ અય્યર અને કુણાલ ખેમુ પણ જોડાયા
શો ના પ્રથમ એપિસોડમાં ક્રિકેટ અને મનોરંજન જગતના અનેક જાણીતા ચહેરાઓ જોવા મળ્યા હતા. તેમાં શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, અભિષેક નાયર અને અભિનેતા કુણાલ ખેમુનો સમાવેશ થાય છે. રોહિત શર્મા અને મહેમાનો વચ્ચેની વાતચીત એપિસોડનું ખાસ આકર્ષણ રહી હતી. તેમાં ક્રિકેટ સાથે જોડાયેલી વાતો, હસી-મજાક અને પરિવાર સાથે માણી શકાય તેવું મનોરંજન જોવા મળ્યું હતું.

પ્રીમિયરે દર્શકોને ક્રિકેટના મેદાનથી અલગ રોહિત શર્માની નવી છબી જોવા મળી હતી. તે મહેમાનો સાથે વાતચીત કરતા તેમજ શોના ગેમ્સ અને ચર્ચાઓમાં ભાગ લેતા જોવા મળ્યો હતો. તેનો મજાકિયા અંદાજ અને મસ્તીભરી વાતચીત સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની હતી. એપિસોડ બાદ સોશિયલ મીડિયા યુઝર્સે શોના ક્લિપ્સ અને પોતાના રિવ્યૂ શેર કર્યા હતા.

દર્શકોને પસંદ આવ્યો રોહિત શર્માનો નવો અંદાજ
એપિસોડના ટેલિકાસ્ટ બાદ સોશિયલ મીડિયા પર રોહિત શર્માના ચાહકો અને ટીવી દર્શકોની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. અનેક યુઝર્સે ક્રિકેટરની નેચરલ સ્ક્રીન પ્રેઝન્સ અને કોમિક ટાઇમિંગની પ્રશંસા કરી હતી. કેટલાક દર્શકોએ ક્રિકેટના મેદાનથી અલગ રોહિતને નવા અવતારમાં જોવા મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. પ્રથમ એપિસોડમાં જ ટીવી હોસ્ટ તરીકે નવી ભૂમિકામાં રોહિત શર્માનો એકદમ અલગ અંદાજ દર્શકોને જોવા મળ્યો હતો.

ક્યારે અને ક્યાં જોઈ શકાશે ‘ફેમિલી ફુલ હાઉસ’?
‘ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા’ શો સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ પર દર શનિવાર અને રવિવારે રાત્રે 9:30 વાગ્યે પ્રસારિત થાય છે. આ શોમાં ગેમ્સ, સેલિબ્રિટીઝ સાથે વાતચીત અને મનોરંજક ચર્ચાઓ જોવા મળશે.