ન્યૂ ચંદીગઢ: વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ વન ડેમાં ભારતનો પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. વન ડે વર્લ્ડ કપ 2027 નજીક આવવાની સાથે જ રોહિત તેના અસલી ફોર્મમાંઆવી રહ્યો છે. તેણે 85 બોલમાં ( 10 ચોગ્ગા, 3 છગ્ગા) 92 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાને તેણે સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ ધ્વસ્ત કર્યો હતો. સચિનનો આ રેકોર્ડ આશરે 22 વર્ષ જૂનો હતો. રોહિત હવે ઓપનર તરીકે વન ડેમાં 10,000 રન બનાવનારો વિશ્વનો ચોથો ખેલાડી બન્યો હતો.
અત્યાર સુધી ઓપનર તરીકે સૌથી ઝડપી 10,000 રન બનાવવાનો રેર્કોડ સચિન તેંડુલકરના નામે હતો. તેણે વર્ષ 2004માં બ્રિસ્બેનમાં ઑસ્ટ્રેલિયા સામે 10,000 રનનો આંકડો પાર કર્યો હતો. આ માટે સચિને 214 ઈનિંગ લીધા હતી. હવે રોહિત શર્માએ તેમના કરતાં 12 ઇનિંગ્સ ઓછી રમીને જ 10,000 રન બનાવીને રેકોર્ડ તોડ્યો હતો. રોહિતે અહીં સુધી પહોંચવા માટે માત્ર 202 ઇનિંગ્સ રમી હતી. રોહિત સિવાય 10,000 રન બનાવનારા બાકી બેટ્સમેનોમાં સચિન તેંડુલકર ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ અને શ્રીલંકાના સનથ જયસૂર્યા છે.
Calm. Composed. Crucial 🧊 How good was that knock from the Hitman under pressure? 👇 Relive ▶️ https://t.co/PTab9H1bWQ #TeamIndia | #INDvWI | @mflone_ | @ImRo45 https://t.co/sR16cFgu25
— BCCI (@BCCI) October 3, 2026
અત્યાર સુધી માત્ર ચાર જ ઓપનર વનડેમાં 10,000થી વધુ રન બનાવી શક્યા છે
સચિન તેંડુલકરે ઓપનિંગ કરતા પોતાની વનડે કારકિર્દીમાં 15,310 રન બનાવ્યા છે. ત્યારબાદ બીજા ક્રમે શ્રીલંકાના સનથ જયસૂર્યા આવે છે, જેમણે ઓપનિંગ બેટ્સમેન તરીકે 12,740 રન બનાવ્યા છે. ક્રિસ ગેલે પોતાની કારકિર્દીમાં ઓપનિંગ કરતા 10,179 રન બનાવ્યા છે. હવે રોહિત પણ 10,000ને પાર પહોંચી ગયો છે.
વનડેમાં રોહિત શર્મા બનાવી ચૂક્યો છે 12,000થી વધુ રન
રોહિત શર્મા અત્યાર સુધી પોતાની વનડે કારકિર્દીમાં 12,000થી પણ વધુ રન બનાવી ચૂક્યો છે. આ દરમિયાન તેના બેટમાંથી 35 સદી અને 35 અડધી સદી આવી છે. છેલ્લી જ મેચમાં રોહિતે વેસ્ટ ઈન્ડિઝ સામે ધમાકેદાર બેટિંગ કરતા પોતાની 35મી સદી પૂરી કરી હતી. તેણે 75 બોલમાં 101રન બનાવ્યા હતા, જેમાં તેણે 10 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા.
વન ડેમાં ઓપનર તરીકે કોણે કેટલી ઈનિંગમાં 10,000 રન પૂરા કર્યા
રોહિત શર્માઃ 202
સચિન તેંડુલકરઃ 214
ક્રિસ ગેલઃ 268
સનથ જયસૂર્યાઃ 303