Tue Oct 06 2026

Logo

રાજકોટમાં બે સંતાનોના પિતા એવા કાકાએ 7 વર્ષની ભત્રીજીને હવસનો શિકાર બનાવી ગુજાર્યો રેપ...........

2026-09-30 12:09:02
Author: Mayur Patel
રાજકોટમાં બે સંતાનોના પિતા એવા કાકાએ 7 વર્ષની ભત્રીજીને હવસનો શિકાર બનાવી ગુજાર્યો રેપ...........

પ્રતીકાત્મક તસવીર


રાજકોટઃ રાજકોટમાં બે સંતાનોના પિતા એવા કાકાએ 7 વર્ષની ભત્રીજીને હવસનો શિકાર બનાવી હતી. બાળકીની તબિયત બગડતા તેને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. 

રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળમાં એક શ્રમિક પરિવારની માસૂમ દીકરી પર તેના જ કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચરતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ મામલે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં નરાધમ આરોપીને દબોચી લીધો હતો.

ઘટનાની વિગત મુજબ, મૂળ બિહારનો શ્રમિક પરિવાર છેલ્લા પાંચ વર્ષથી શાપરમાં રહીને કારખાનામાં મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. પરિવારમાં માતા-પિતા ઉપરાંત સંતાનો સાથે રહે છે. બનાવના દિવસે માતા-પિતા રાબેતા મુજબ કારખાનામાં કામે ગયા હતા, જ્યારે અન્ય બાળકો શાળાએ ગયા હતા. ઘરે બાળકી એકલી હાજર હતી.

આ દરમિયાન તેમના જ ગામનો અને કૌટુંબિક કાકા સાંજે આશરે 4:30 વાગ્યે ઘરે આવ્યો હતો. ભત્રીજી ઘરે એકલી હોવાનો ગેરલાભ ઉઠાવી, તેણે  બિસ્કિટની લાલચ આપી પિશાચી કૃત્ય આચર્યું હતું. બાળકીએ માતા-પિતાને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કારખાનામાં મશીનરીના અવાજના કારણે તેઓ ફોન ઉપાડી શક્યા ન હતા.

સાંજે માતા-પિતા કામ પરથી પરત ફર્યા ત્યારે બાળકી રડતી હાલતમાં મળી આવી હતી અને તેણે સમગ્ર આપવીતી જણાવી હતી. આ સાંભળી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારે તાત્કાલિક આરોપીના ઘરે જઈ પૂછપરછ કરતાં તેણે શરૂઆતમાં વાત નકારી કાઢી હતી. આખરે પરિવારે સીધો શાપર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવી આરોપી કાકાની અટકાયત કરી આકરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.