Tue Oct 06 2026

Logo

રાહુલ ગાંધીએ UPI ટેક્સ પરત ખેંચવા પીએમ મોદીને અપીલ કરી

2026-09-16 18:38:52
Author: Chandrakant Kanoja
રાહુલ ગાંધીએ UPI ટેક્સ પરત ખેંચવા પીએમ મોદીને અપીલ કરી

નવી દિલ્હી: યુપીઆઈ પર ચાર્જ મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વીડિયો જાહેર કરીને UPI ટેક્સ પરત ખેંચવાની પીએમ મોદીને  અપીલ કરી છે.

ઈન્દિરા ગાંધીના નિર્ણયોનો ઉલ્લેખ 

રાહુલ ગાંધીએ વીડિયોમાં પૂર્વ વડાપ્રધાન  ઈન્દિરા ગાંધીના નિર્ણયોનો ઉલ્લેખ કરીને દર્શાવ્યું હતું કે તેઓ પોતાના નિર્ણયો બાબતે કેટલા દ્રઢ હતા. તેમણે વડાપ્રધાન મોદી પર અમેરિકા સામે ઝૂકી જવાનો આરોપ મૂક્યો અને તેમને મક્કમ રહીને UPI ટેક્સ પાછો ખેંચવાની અપીલ કરી હતી. 

પીએમ મોદીનો અભિગમ તદ્દન અલગ

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, એકવાર  ઈન્દિરા ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે તેઓ કઇ તરફ જવા માંગે છે. ત્યારે તેમણે  જવાબ આપ્યો હતો કે  તે તટસ્થ રહેવા માંગે છે. જ્યારે પીએમ મોદીનો અભિગમ તદ્દન અલગ છે. તેવો ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ ઝૂકી જવા માંગે છે. 

ચાર્જ ગ્રાહકને બદલે કંપની અથવા વેપારીએ ભોગવવાનો રહેશે

તેમણે સરકારને  પ્રસ્તાવિત MDR ટેક્સ પરત  ખેંચવાની માંગ કરી હતી. કેન્દ્ર સરકારે 15  ઓક્ટોબરથી  રૂપિયા 2,000 થી વધુની UPI ચુકવણીઓ પર 0.4 ટકા  ચાર્જની જાહેરાત કરી છે. જોકે, આ ચાર્જ ગ્રાહકને બદલે કંપની અથવા વેપારીએ ભોગવવાનો રહેશે. 

વ્યક્તિ થી વ્યક્તિ UPI વ્યવહારો પર કોઈ ટેક્સ નહિ 

જોકે, રકમ ગમે તેટલી હોય પરંતુ વ્યક્તિ થી વ્યક્તિ  UPI વ્યવહારો પર કોઈ MDR ટેક્સ લાગુ થશે નહીં. આ ઉપરાંત, નાના વેપારીઓ સાથેના  રૂપિયા 2000 સુધીના વ્યવહારો પણ આ ટેક્સમાંથી મુક્ત રહેશે.