Mon Oct 05 2026

Logo

બાલીમાં ઈજાગ્રસ્ત થયેલી નુસરત ભરુચાનો કયો ધર્મ છે, સોશિયલ મીડિયા પર શું જાણવા મળ્યું

2026-10-04 20:57:16
Author: Mumbai Samachar Team
બાલીમાં ઈજાગ્રસ્ત થયેલી નુસરત ભરુચાનો કયો ધર્મ છે, સોશિયલ મીડિયા પર શું જાણવા મળ્યું

મુંબઈઃ બોલીવુડની જાણીતી એક્ટ્રેસ નુસરત ભરૂચાનો બાલીમાં અકસ્માત થયો છે. આ ઘટના બાદ તે સતત ચર્ચામાં રહી છે. હવે ચોંકાવનારા વાવડ એ મળી રહ્યા છે કે, હવે તેની મુંબઈમાં સર્જરી થઈ શકે છે. ગંભીર ઈજાને કારણે તેણે ફિલ્મોમાંથી અણધાર્યો બ્રેક લેવો પડ્યો છે. ઈન્ડોનેશિયાના બાલીમાં વેકેશન એન્જોય કરી રહેલી એક્ટ્રેસને સ્પાઈન ઈન્જરી થઈ છે. માસપેશીઓમાં પણ ખૂબ સોજો આવી ગયો છે. આ પછી હેલ્થ અપડેટ એવી આવી છે કે, એની સર્જરી કરવી પડે એમ છે. હવે એક્ટ્રેસને મુંબઈ પરત લાવવામાં આવી છે, પરંતુ એની વાત કરતા એના મહાકાલના દર્શનને લઈ ચર્ચામાં આવી છે.  

મુંબઈમાં થશે વધુ સારવાર

મુંબઈ પહોંચ્યા બાદ નુસરત ભરૂચાને એક જાણીતી હોસ્પિટલમાં સારવાર હેતુ એડમિટ કરી દેવામાં આવી છે. નિષ્ણાત ડૉક્ટર્સની ટીમના મોનિટરિંગમાં એનો ઈલાજ ચાલી રહ્યો છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર એક્ટ્રેસને ખૂબ જ ગંભીર ઈજા પહોંચી છે. ડૉક્ટર ટૂંક જ સમયમાં સ્પાઈનની સર્જરી કરી શકે છે. હાલમાં એમનું રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ ચાલી રહ્યું છે. હાલમાં ફેન્સ એની તબિયત અંગે ચિંતા કરી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર તે ઝડપથી સ્વસ્થ થાય એની ચિંતા કરી રહ્યા છે. એક્ટ્રેસની ટીમ તરફથી મેસેજ એવા પણ મળી રહ્યા છે કે, મુંબઈના તબીબો દ્વારા એની સર્જરીની તૈયારીઓ થઈ રહી છે. સર્જરી થયા બાદ પણ રિકવર થવા માટે થોડો સમય વધારે લાગી શકે છે. આ કારણે તેના કેટલાક પ્રોફેશનલ કમિટમેન્ટ તથા પ્રોજેક્ટને અસર થઈ શકે છે. હાલમાં એક્ટ્રેસનો પરિવાર તેની સાથે છે અને સારસંભાળ રાખી રહ્યો છે. 

પ્રાર્થના કરવાનો સમય છે

નુસરત ભરૂચા મૂળ મુસ્લિમ ધર્મના દાઉદી વ્હોરા સમુદાયમાંથી આવે છે. તે બાળપણથી જ ઈસ્લામ ધર્મનું પાલન કરે છે. નમાજ પઢે છે. આધ્યાત્મિક સંતોષ માટે તે ધાર્મિક સ્થળ ખાસ કરીને મંદિરમાં જઈને દર્શન કરવાનું પસંદ કરે છે. વર્ષ 2025માં એક્ટ્રેસ એ સમયે ચર્ચામાં આવી જ્યારે તે ઉજ્જૈન મંદિરમાં મહાકાલના દર્શન કરવા માટે પહોંચી હતી.

એક્ટ્રેસે ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો અને દર્શન કર્યા હતા. આ ઘટના પર કેટલાક લોકોએ વાંધો પણ ઊઠાવ્યો હતો. ધાર્મિક સંગઠનોએ પણ વાંધો ઊઠાવ્યો હતો.  એક્ટ્રેસે હંમેશા કલા અને વ્યક્તિગત માન્યતાઓને પ્રાયોરિટી આપી છે. પણ હાલમાં એ વિવાદ કરતા પ્રાર્થના કરવાનો સમય છે એવું ફેન્સ માની રહ્યા છે.