કાઠમંડુ: નેપાળમાં ફરી એક વાર ભારે વરસાદના એલર્ટ અને પુરની સ્થિતી સર્જાવાની શક્યતા છે. આ એલર્ટના પગલે 26 ઓગસ્ટના ભોટે કોશી પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની પુન: વસનની કામગીરીમાં અડચણ ઉભી થઇ છે. હવામાન વિભાગે શુક્રવારથી રવિવાર દરમિયાન અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ગાંડકી અને લુમ્બિનીના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.
નદીઓના જળસ્તર અને આપત્તિના જોખમો પર નજર
નેપાળના જળવિજ્ઞાન અને હવામાન વિભાગે શુક્રવારથી રવિવાર દરમિયાન દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગાંડકી અને લુમ્બિની પ્રાંતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની પણ શક્યતા છે. 'નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી નદીઓના જળસ્તર અને આપત્તિના જોખમો પર નજર રાખી રહી છે.
આ ઉપરાંત ઓગસ્ટ મહિનામાં પુર આપત્તિ દરમિયાન રસ્તાઓ, નદીના કિનારા અને અન્ય માળખાગત સુવિધાઓને નુકસાન થયું હતું તેવા વિસ્તારોમાં હાલના વરસાદને કારણે જોખમ વધી ગયું હોવાના અહેવાલ છે. ઓગસ્ટના પૂરથી અગાઉ અસરગ્રસ્ત થયેલા ઓછામાં ઓછા બે જિલ્લાઓમાં હાલના વરસાદને કારણે ભૂસ્ખલનની નવી ઘટનાઓ બની છે.આ ઉપરાંત ધાડિંગ જિલ્લામાં પૃથ્વી હાઈવે પર સાત સ્થળોએ ભૂસ્ખલનની અસર જોવા મળી છે.
Nepal on Flood Alert: Bagmati River Bursts its Banks
— RT_India (@RT_India_news) September 25, 2026
Relentless rain has sent the Bagmati River surging, threatening low-lying communities. Landslides have also blocked major highways linking Kathmandu to the rest of the country.
🇳🇵PM Balen Shah proposed establishing a… pic.twitter.com/4Lg1TZAT0b
કૃષ્ણભીર અને તિગ્રંગ ખોલા ખાતે રસ્તો સંપૂર્ણપણે બંધ
પોલીસના જણાવ્યા અનુસાર, કૃષ્ણભીર અને તિગ્રંગ ખોલા ખાતે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. જ્યારે અન્ય પાંચ સ્થળોએ વાહનવ્યવહારને એક જ લેન સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે. સતત વરસાદ અને વારંવાર થતા ભૂસ્ખલનને કારણે કાટમાળ હટાવવાની કામગીરીમાં પણ અવરોધ આવી રહ્યો છે.