Mon Oct 05 2026

Logo

સમૃદ્ધિ હાઈ-વે પર ટ્રક સાથે પીકઅપ વાન ટકારાતા 7 શ્રદ્ધાળુનાં મોતઃ 21 ઇજાગ્રસ્ત, પાંચની હાલત ગંભીર

2026-10-02 17:23:22
Author: Mumbai Samachar Team
સમૃદ્ધિ હાઈ-વે પર ટ્રક સાથે પીકઅપ વાન ટકારાતા 7 શ્રદ્ધાળુનાં મોતઃ 21 ઇજાગ્રસ્ત, પાંચની હાલત ગંભીર

બુલઢાણા: મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ હાઈવે પર વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં બુલઢાણા જિલ્લાના શેગાવથી શ્રદ્ધાળુઓથી ભરેલી એક પીકઅપ વાન દુર્ગા માતાની મૂર્તિ લઈને વર્ધા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અનેક લોકો અકસ્માતનો ભોગ બન્ય હતા.

પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં સાત લોકોના મૃત્યુ થયા હતા અને 21 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, આ દુર્ઘટનામાં ચારથી પાંચ લોકોની હાલત ખૂબ જ ગંભીર હોવાનું વર્તુળોએ જણાવ્યું હતું.

આજે સવારે આ દુર્ઘટના બની હતી. આ ઘટના ધામણગામ રેલવે પાસે સમૃદ્ધિ માર્ગની ચેનલ નંબર 97 પર બની હતી. પીકઅપ વાનમાં સવાર લોકો શેગાંવથી માતા દુર્ગાની મૂર્તિને લઈને વર્ધા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. અન્ય બે જણ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. 

દુર્ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવારાર્થે હોસ્પિટલ પહોંચાડવામાં મદદ મળી હતી. દરેક ઇજાગ્રસ્તોની હાલત હાલમાં ગંભીર છે. કુલ 21 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 5 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. 

પોલીસ દ્વારા આ દુર્ઘટનાની તપાસ 

દુર્ઘટનાની જાણકારી મળતા જ ગ્રામીણ પોલીસ અને ધામણગામના નગરઅધ્યક્ષ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોની સ્થિતિની જાણકારી લીધી હતી. પોલીસે દુર્ઘટનાની તપાસ માટે તપાસ હાથ ધરી છે. સમૃદ્ધિ માર્ગ પર થયેલી આ ભયાનક દુર્ઘટનાએ ફરી એકવાર ઝડપ અને માર્ગ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.