દેશમાં NDPS એક્ટ હેઠળના કેસોમાં 34% નો વધારો, કેરળમાં સૌથી વધુ 26,619 કેસ નોંધાયા
નવી દિલ્હીઃ ડ્રગ્સનું સેવન દેશની યુવા પેઢીને તબાહ કરી રહી છે, જેમાં ધીમે ધીમે એક પછી એક રાજ્યના નવયુવાનો પણ ડ્રગ્સના બંધાણી બનતા જઈ રહ્યા છે. ડ્રગ્સની સિન્ડિકેટ ચલાવનારાનું નેટવર્ક વધતું જાય છે, જ્યાં પહેલા એકલ દોકલ રાજ્ય હતા, પરંતુ હવે અનેક રાજ્યો પર સંકટ વધી રહ્યું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)એ તાજેતરમાં ડ્રગ્સ સંબંધિત ડેટા જાહેર કર્યા છે, જેમાં દેશના ટોચના 10 રાજ્યમાં હવે પંજાબ પાછળ પડી રહ્યું છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે કેરળ જેવું વિકસિત રાજ્ય ખૂંપતું જઈ રહ્યું છે, જ્યારે એના પછી મહારાષ્ટ્રનો ક્રમ છે.
1.44 લાખ લોકોની ધરપકડ થઈ હતી
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ તાજેતરમાં ગુનાહિત રેકોર્ડના આંકડા જારી કર્યા હતા, જ્યારે હજુ અમુક આંકડા આવવાના બાકી છે. ડ્રગ્સના વધતા ગુનાના આંકડાએ એકલા પંજાબને બદનામ કર્યું છે, પરંતુ કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો પણ નંબર વનની પોઝિશનમાં આવી ગયા છે.
2022માં એનડીપીએસના કેસમાં 1.44 લાખ લોકોની ધરપકડ થઈ હતી, જ્યારે 2021માં એની સંખ્યા 1.07 લાખ હતી. એટલે એક વર્ષમાં 34 ટકાનો વધારો થયો છે, જ્યારે ડ્રગ્સમાં જપ્ત કરવામાં આવેલી વસ્તુમાં ખાસ કરીને ગાંજો વધુ રહે છે. નશીલા પદાર્થોની કુલ જપ્તી 17,16,700 કિલોગ્રામ હતી, જે દર્શાવે છે કે ગાંજાનું સેવન વધુ થાય છે.
કેરલમમાં 26,619 કેસ નોંધાયા હતા
રાજ્યસભામાં એનસીઆરબીના આંકડાને ટાંકતા સરકારે કહ્યું હતું કે 2022માં પંજાબમાં એનડીપીએસ એક્ટ 12,442 કેસ નોંધાયા હતા, જે આંકડા પોલીસના ચોપડે નોંધાયેલા આંકડા આધારિત છે. વધતા કેસને લઈ દરેક રાજ્યોઓ સાવધાની રાખવાનું જરુરી છે, કારણ પોલિસિંગ, રજિસ્ટ્રેશન અને સ્થાનિક પરિસ્થિતિ દરેક રાજ્યની અલગ અલગ હોય છે. એનસીઆરબીના આંકડા અનુસાર 2022 પ્રમાણે સૌથી વધુ કેરલમ (26,619)માં નોંધાયા હતા, ત્યારપછી મહારાષ્ટ્ર (13,830), પંજાબમાં 12,442 કેસ, ઉત્તર પ્રદેશ 11,541 અને તમિલનાડુમાં 10,385 કેસ નોંધાયા હતા.
આ યાદીમાં ગુજરાતનો હિસ્સો નહીંવત્
આ પાંચ રાજ્ય સિવાય રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, કર્ણાટકનો પણ ક્રમ છે. આ યાદીમાં ગુજરાત રાજ્ય બહુ નીચે છે, પરંતુ રાજ્યવાર ભાગીદારી જોવામાં આવે તો વર્ષ 2022માં એનડીપીએસ એક્ટના કુલ 1.15 લાખ કેસ નોંધાયા હતા, જેમાં એકલા કેરળના 23 ટકા, મહારાષ્ટ્રના 12 ટકા, પંજાબના 11 ટકા, ઉત્તર પ્રદેશના 10 ટકા અને તમિલનાડુના લગભગ નવ ટકા હતા. આ પાંચ રાજ્ય મળીને કુલ હિસ્સો 65 ટકાથી વધુ હતો, જે સરકાર માટે લોકો માટે ચિંતાજનક બાબત છે.
પંજાબ અને ગુજરાત રાજ્ય વચ્ચે ફરક કેમ
એનસીઆરબીના રિપોર્ટ અનુસાર આ ડેટા પહેલાનો છે, જ્યારે આટલા રાજ્યોમાં પોલીસ પણ કાર્યવાહી કરી છે, જ્યારે સૌથી વધુ એફઆઈઆર પણ નોંધાઈ છે. અથવા વિશેષ અભિયાન ચલાવી રહી છે જેને કારણે કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. બીજી વાત એનડીપીએસ અન્વયે પણ બે અલગ અલગ પ્રકારના કેસ હોય છે.
વ્યક્તિગત વપરાશ અને તસ્કરી કરવાનું જ નહીં, પરંતુ સેવન અથવા ડ્રગ્સ જપ્ત કરવા સંબંધિત હોય છે. ત્રીજી મહત્ત્વની વાત કરીએ તો પંજાબમાં લાંબા સમયથી નશાખોરીનો મુદ્દો ગાજતો રહ્યો છે. એને કારણે કાર્યવાહી, તપાસ અને રજિસ્ટ્રેશન વધારે જોવા મળે છે. ગુજરાતમાં ખાસ કરીને દરિયાઈ માર્ગે હેરફેરના કેસ નોંધાય છે, પરંતુ રાજ્યમાં એનડીપીએસ કેસની સંખ્યા ઓછી હોય છે.