Sun May 10 2026

Logo

મધર્સ ડે: સની દેઓલ, સંજય દત્ત અને અનુપમ ખેરે માતા માટે શેર કરી હૃદયસ્પર્શી પોસ્ટ

2026-05-10 14:36:00
Author: Vimal Prajapati
Article Image

 

મુંબઈ: મે મહિનાના બીજા રવિવારના આજે મધર્સ ડેનું લોકો સેલિબ્રેશન કરી રહ્યા છે ત્યારે બોલીવુડના કલાકારોએ પણ પોતાના દિલની વાત કરી હતી. અમુક કલાકારોએ તો સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને પોતાની માતા માટે હૃદયસ્પર્શી વાત લખી હતી.  એટલે અનેક કલાકારોએ પોતાની માતા સાથેના ફોટોઝ શરે કરીને લાગણીઓ વ્યક્ત કરી રહ્યાં છે. તેવામાં બોલિવુડ સિતારાએ પોતાની માતા સાથેની કેટલીક પોસ્ટ શેર કરી છે.   સામાન્ય લોકોની સાથે બોલીવુડની સેલેબ્રિટીઝ પણ પોતાની માતાને યાદ કરી ખાસ પોસ્ટ શેર કરી રહ્યા છે. સની દેઓલ, સંજય દત્ત અને અનુપમ ખેર જેવા દિગ્ગજ કલાકારોએ માતા સાથેની અનસીન તસવીરો શેર કરી ચાહકોનું દિલ જીતી લીધું છે. ચાલો દિગ્ગજ કલાકારોની પોસ્ટ અંગે ચર્ચા કરીએ...

કયા કલાકારે કેવી રીતે વ્યક્ત કર્યો પ્રેમ?

દિગ્ગજ અભિનેતા સની દેઓલની વાત કરવામાં આવે તો,  સનીએ તેની માતા પ્રકાશ કૌર સાથેની સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તેઓ એક ફોટો માતાને ગળે લગાવતા તો બીજા ફોટોમાં પહાડોમાં માતા સાથે સમય વિતાવતા જોવા મળે છે. માતા સાથેની આ તસવીરો શેર કરતા સનીએ કેપ્શનમાં લખ્યું "લવ યુ માં."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanjay Dutt (@duttsanjay)

 

સંજય દત્ત તેની સ્વ. માતા નરગીસ દત્તને યાદ કરી ભાવુક થઈ ગયો હોય તેવી પોસ્ટ શેર કરી હતી. સંજુબાબાએ પોતાના બાળપણની તસવીર શેર કરતા લખ્યું, "મમ્મા, હું તમને ખૂબ જ મિસ કરું છું. કાશ, તમે આજે મારી સાથે હોત. તમારો પ્રેમ અને આશીર્વાદ હંમેશાં મારી સાથે છે. આ તસવીરોની વાત કરવામાં આવે તો એક તસવારીમાં સંજય તેની માતાના ખોળામાં બેઠો છે તો બીજા ફોટોમાં તે માતા અને બહેનો સાથે જોવા મળી રહ્યો છે. 

 

અનુપમે પોતાની માતા સાથેના અનેક વીડિયો શરે કર્યા

મધર્સ ડે નિમિત્તે અનુપમ ખેરે પણ સોશિયલ મીડિયામાં અનેક વીડિયો શરે કર્યા છે અનુપમ ખેરે તેમની માતા દુલારી દેવીના હસતા વીડિયો શેર કર્યા છે. તેમણે એક હૃદયસ્પર્શી સંદેશમાં લખ્યું કે, મા માત્ર જન્મ નથી આપતી, તે આપણને દરોજ ધીમે ધીમે આપણને આકાર આપે છે. પોતાના ભાગની ઊંઘ, ખુશીઓ, ઈચ્છાઓ અને પોતાનું આખું જીવન આપણાં નામે કરી નાખે છે. જ્યારે દુનિયા આપણને સમજતી નથી, ત્યારે મા બોલ્યા વિાન પણ આપણું મૌન વાંચી લે છે. તેની પ્રાર્થનામાં એટલી શક્તિ હોય છે કે, ગમે તેવો તૂટેલો વ્યક્તિ પણ ફરી બેઠો થઈ શકે છે. આ પોસ્ટમાં અનુપમ ખેરે પોતાની માતાની ભરપૂર વખાણ કર્યાં છે. 

 

રકુલે માતા અને સાસુ બંને માટે પોસ્ટ શેર કરી

રકુલ પ્રીત સિંહે પોતાના તેની માતા અને સાસુ બંને માટે પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું કે, એક માતાએ મને જીવન આપ્યું અને બીજી માતાએ મને પ્યારો પરિવાર આપ્યો. બે માતાઓનો પ્રેમ મળવો એ જીવનના સૌથી મોટા આશીર્વાદ છે. રકુલે માતા અને સાસુ બંનેનો ફોટો શેર કરીને પોતાની ખૂશી વ્યક્ત કરી છે. વધુમાં લખ્યું કે, તમારી શરતો વગરનો પ્રેમ, તમારું માર્ગદર્શન અને દરેક ક્ષણે આટલી હિંમત અને ગૌરવ સાથે મારી સાથે ઊભા રહેવા બદલ તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર.

વધુ જુઓ...