Sun May 10 2026

Logo

થ્રિલ, ડ્રામા અને ઇમોશન...મોહનલાલની દ્રશ્યમ 3નું 2 મિનિટનું ટ્રેલર છવાયું

2026-05-10 10:53:00
Author: Mumbai Samachar Tem
Article Image

નવી દિલ્હીઃ મોહનલાલની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'દ્રશ્યમ 3' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોમાં તેનું એક્સાઈટમેન્ટ પણ વધી રહ્યું છે. તાજેતરમાં જ મેકર્સે આ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કર્યું છે, જેણે આવતાની સાથે જ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. 2 મિનિટના આ ટ્રેલરમાં થ્રિલ, ડ્રામા અને ઇમોશન—બધું જ જોવા મળી રહ્યું છે.

મોહનલાલની ‘દ્રશ્યમ 3’ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી એટલે કે મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક છે. હાલમાં જ તેનું ટીઝર સામે આવ્યું હતું, જેને જોઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા અને ત્યારથી જ તેના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. જોકે, હવે આ ઇંતેઝારી અંત આવ્યો છે અને આખરે મેકર્સે ‘દ્રશ્યમ 3’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરી દીધું છે. આ ટ્રેલરે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે અને તેને જોઈને લોકોની ઉત્તેજના સાતમા આસમાને પહોંચી ગઈ છે. ચાલો જાણીએ કે મોહનલાલની ‘દ્રશ્યમ 3’નું ટ્રેલર કેવું છે.

 ‘દ્રશ્યમ 3’ ના ધમાકેદાર ટ્રેલરમાં મોહનલાલે પોતાના 'જ્યોર્જકુટ્ટી' વાળા પાત્રથી ફરી એકવાર લોકોનું મગજ ફેરવી નાંખ્યું છે. આ ટ્રેલરને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. ‘દ્રશ્યમ 3’ નું ટ્રેલર કોઈ પણ સ્પોઈલર (વાર્તાનો ભેદ) આપ્યા વિના એવી રીતે બનાવવામાં આવ્યું છે કે જેમાં થ્રિલ, ડ્રામા, સસ્પેન્સ અને ઈમોશન બધું જ જોવા મળ્યું છે. તેમ છતાં, વાર્તામાં આગળ શું થવાનું છે તેની જરા પણ ખબર પડતી નથી. સોશિયલ મીડિયા પર આ ટ્રેલરની જોરદાર ચર્ચા થઈ રહી છે.

દ્રશ્યમ 3નું ટ્રેલર રિલીઝ

જીતુ જોસેફના નિર્દેશનમાં બનેલી મોહનલાલની ‘દ્રશ્યમ 3’ નું ટ્રેલર 9 મેના રોજ રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર જોયા પછી નેટિઝન્સ કહી રહ્યા છે કે "મજા આવી ગઈ, ખરેખર ટ્રેલર ખૂબ જ સરસ છે." ‘દ્રશ્યમ 3’ નું ટ્રેલર જોઈને અંદાજ આવી રહ્યો છે કે અગાઉના બંને ભાગની જેમ ત્રીજા ભાગની વાર્તા પણ રોમાંચથી ભરપૂર હશે. આ ટ્રેલરના શાનદાર વિઝ્યુઅલ્સ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, સસ્પેન્સ અને દમદાર ડાયલોગ્સના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.

ક્યારે રિલીઝ થશે દ્રશ્યમ 3?

મોહનલાલ ઉપરાંત, આ ફિલ્મમાં મીના, અંસિબા હસન અને એસ્થર અનિલ જેવા જૂના કલાકારો પણ જોવા મળશે. સપોર્ટિંગ કાસ્ટમાં સિદ્દીકી, આશા શરથ અને મુરલી ગોપી પણ દેખાશે. ‘દ્રશ્યમ 3’ 21 મે 2026 ના રોજ વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મની અગાઉની સફળતા અને તાજેતરમાં રિલીઝ થયેલા ટીઝરને જોતા કહી શકાય કે આ મૂવી આ વર્ષની મોસ્ટ અવેટેડ મલયાલમ ફિલ્મોમાંની એક હશે.

વધુ જુઓ...