Thu Oct 08 2026

Logo

"એક કાયદો ભાજપ માટે, બીજો જનતા માટે" આપ નેતાની ધરપકડના વિરોધમાં ઇસુદાનના આકરા સવાલ...

2026-03-13 22:34:46
Author: Devayat Khatana
"એક કાયદો ભાજપ માટે, બીજો જનતા માટે" આપ નેતાની ધરપકડના વિરોધમાં ઇસુદાનના આકરા સવાલ...

કચ્છના ગાંધીધામના આમ આદમી પાર્ટીના નેતા ડૉ.કાયનાત અંસારીની વિરુદ્ધમાં થયેલી એટ્રોસિટીની ફરિયાદ બાદ ધરપકડ થતાં રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ત્યારે આ મામલે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સહિત પાર્ટીના કાર્યકરો ગાંધીધામ એસપી કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ઇસુદાન ગઢવીએ સરકાર એનએ પોલીસ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા. ઇસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે પોલીસમાં બે કાયદા છે, એક ભાજપના ઇશારે ચાલનારો અને એક છે આમ જનતા માટેનો. તેમણે પોલીસની કામગીરી સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. 

આ બનાવની વિગતો અનુસાર, ગાંધીધામમાં આપના પૂર્વ જિલ્લા પ્રમુખ ડૉ. કાયનાત અંસારી દ્વારા કરવામાં આવેલી કથિત 'જનતા રેડ' હવે કાયદાકીય વિવાદમાં ફસાઈ હતી અને  પોલીસ સ્ટેશનમાં કાયનાત અંસારી, દિગુભા દરબાર અને એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે આરોપી દિગુભા દરબારે તેઓ દલિત સમાજના હોવાનું જાણવા છતાં જાહેરમાં જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહ્યા હતા. વધુમાં, આરોપીઓએ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને પરિવારને બદનામ કરવાનું કાવતરું રચ્યું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 

 ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, કાયનાત અંસારી, દિગુભા દરબાર અને એક અજાણી વ્યક્તિએ સેક્ટર-05 માં આવેલા વલીડાડા પાર્ક પાસેના એક ખાનગી મકાનમાં મંજૂરી વગર પ્રવેશ કર્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે આ શખ્સોએ મકાનમાં ઘૂસીને સામાન વેરવિખેર કર્યો હતો અને મીડિયા રિપોર્ટરની જેમ વર્તન કરીને વીડિયોગ્રાફી કરી હતી, જેના કારણે ફરિયાદીનો દીકરો ડરના માર્યા ભાગી ગયો હતો.

ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે આરોપી દિગુભા દરબારે તેઓ દલિત સમાજના હોવાનું જાણવા છતાં જાહેરમાં જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહ્યા હતા. વધુમાં, આરોપીઓએ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને પરિવારને બદનામ કરવાનું કાવતરું રચ્યું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે કાયનાત અંસારી, દિગુભા દરબાર અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ત્યારે હવે આ મામલે હવે રાજકીય ગરમાવ્યો આવ્યો છે. 

આપના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, ગુજરાત દારૂબંધી કે દારૂ વેચનારનો વિરોધ કરો તો દારૂ વેચનાર કરતાં પોલીસને વધુ ખોટું લાગી જાય છે. કચ્છના આપના નેતા કાયનાતબેન આથા દ્વારા દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી અને મોટા પ્રમાણમાં દારૂ જપ્ત થયો હતો. બે ત્રણ દિવસ પહેલા કરવામાં આવેલી દારૂની જનતા રેડને હાથો બનાવીને પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ તેમની ધરપકડ કરી છે. તેમણે કહ્યું હતું કે જો પોલીસ જ દલિત સમાજના સરક્ષણ માટેના એટ્રોસિટી જેવા કાયદાનો દુરુપયોગ કરતી હોય તો ભવિષ્યમાં આ કાયદો બુઠ્ઠો બની જશે. આવા કાયદાથી રાજકીય લોકોનું નુકસાન નથી પણ જે લોકો માટે કાયદો બન્યો છે તેમનું નુક્સાન છે. તેમણે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને સવાલ કર્યો હતો કે એક બહેન પર જ દારૂની જનતા રેડ કરવા બદલ ખોટી ફરિયાદ કરવામાં આવી. જનતા રેડને કારણે હજારો લિટર દારૂ જપ્ત થયો, પોલીસે બૂટલેગર સામે કાર્યવાહી કરવી પડી તેમજ હપ્તા બંધ થયા તે માટે આ કાર્યવહાઈ કરવામાં આવી હોવાનો આરોપ ગોપાલ ઇટાલિયાએ કર્યો હતો.