અમદાવાદ: ભારતીય રેલવે બુલેટ ટ્રેન પૂર્વે વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેન લોન્ચ કરી ચૂક્યું છે, ત્યારે હાઈડ્રોજન ટ્રેન પછી એલએનજી ટ્રેનને લોન્ચ કરવામાં આવી છે, જે ભવિષ્યમાં પ્રદૂષણથી મુક્તિ મળવાની સાથે વધુ સસ્તા ઇંધણ તરીકે ઊભરી શકે છે. ભારતીય રેલવેએ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી ઊર્જા (Green Energy) ના ક્ષેત્રમાં વધુ એક મજબૂત કદમ ઊઠાવ્યું છે, જે અંતર્ગત આજે અમદાવાદમાં એલએનજી ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 27 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી દેશની સર્વપ્રથમ LNG (Liquefied Natural Gas) સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો છે. આ ટ્રેનની શરૂઆત સાથે જ ભારતીય રેલવેના ઈતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. ભારત પ્રતિદિન આવી પ્રગતિ કરી રહ્યું છે, તેમાં આજે ફરી એક નવી સિદ્ધિ મળી છે.
VIDEO | Gujarat: Union Home Minister Amit Shah flags off India's first LNG-powered train in Ahmedabad.
— Press Trust of India (@PTI_News) September 27, 2026
(Source: Amit Shah YT)
(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/AGXgWErUQO
ડ્યુઅલ ફ્યુઅલ ટેકનોલોજીનો ઉપયોગ
આ નવી ટ્રેનમાં અત્યાધુનિક ડ્યુઅલ ફ્યુઅલ ટેકનોલોજી ધરાવતું એન્જિન વાપરવામાં આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, આ એન્જિન લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) અને ડીઝલ બંને પર ચાલવા માટે સક્ષમ છે. ડીઝલના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે આ ટ્રેનમાંથી કાર્બન ઉત્સર્જન ખૂબ જ ઓછું થશે, જે વાયુ પ્રદૂષણને અટકાવવામાં મોટી મદદ કરશે. આ સાથે સાથે સામાન્ય ડીઝલ એન્જિનની સરખામણીએ એલએનજીના ઉપયોગથી રેલ્વેના વાર્ષિક ઇંધણ ખર્ચમાં કરોડો રૂપિયાની બચત થવાનો અંદાજ છે. આ ટેકનોલોજી કાર્બન ડાયોક્સાઇડ (CO₂), નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx), અને કણ પદાર્થ (PM) જેવા પ્રદૂષકોને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેથી, આ પહેલનો હેતુ સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ રેલ પરિવહનને પ્રોત્સાહન આપવાનો છે.
એડવાન્સ કેપેસિટી અને પાવર સાથે તૈયાર
સાબરમતીથી શરૂ કરાયેલી આ ટ્રેન નવીનતમ ક્ષમતા અને પાવર સાથે તૈયાર કરવામાં આવી છે. એટલે કે, ડ્યુઅલ ફ્યુઅલ ટેકનોલોજી હોવા છતાં ટ્રેનની ઝડપ (Speed) અને ખેંચાણ ક્ષમતા (Power)માં કોઈ જ સમજૂતી કરવામાં આવી નથી, તે સામાન્ય ટ્રેનની જેમ જ ઝડપી સેવા આપશે. ભારતીય રેલવે દ્વારા વર્ષ 2030 સુધીમાં 'નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન' (Net Zero Carbon Emitter) બનવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આ ટેકનોલોજી અત્યંત મહત્વની સાબિત થશે.
🚆 साबरमती से भारतीय रेल में हरित ऊर्जा के नए अध्याय का शुभारंभ! 🌱🇮🇳
— DRM Ahmedabad (@drmadiwr) September 27, 2026
माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी द्वारा आज साबरमती से भारतीय रेल की पहली LNG-powered ट्रेन का शुभारंभ किया जाएगा।
डीज़ल + LNG ड्यूल-फ्यूल तकनीक पर आधारित यह पहल पारंपरिक ईंधन पर… pic.twitter.com/7fhLohXDzz
LNG ડીઝલ કરતા સસ્તું હશે
રેલવે વિભાગના જણાવ્યાં પ્રમાણે, LNG નો ઉપયોગ કરવાથી ઇંધણનો ખર્ચ પણ ઓછો થઈ શકે છે, કારણ કે LNG ડીઝલ કરતા સસ્તું છે. ટ્રાયલ ડેટાના આધારે, ભારતીય રેલ્વે પ્રતિ DPC આશરે રૂપિયા 11.9 લાખની વાર્ષિક બચતનો અંદાજ લગાવે છે. રેલવે વિભાગે જણાવ્યું કે, 8 કોચવાળી ટ્રેન માટે અંદાજિત વાર્ષિક બચત લગભગ 23.9 લાખ રૂપિયા આવે છે. ભારતીય રેલવે દ્વારા LNG ડ્યુઅલ-ફ્યુઅલ ટેકનોલોજી અપનાવવી સ્વચ્છ ઉર્જા, ઇંધણ બચત, સંચાલન ખર્ચમાં ઘટાડો અને પર્યાવરણીય સંરક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ ટેકનોલોજી ભવિષ્યમાં વધુ ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ રેલ્વે પરિવહન પ્રણાલી વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.