Tue Oct 06 2026

Logo

ફિલ્મ ‘હનુમાન અંશ’ની પ્રોડ્યુસર અયોધ્યા પહોંચી, ફિલ્મે કમાયા 350 કરોડ

2026-09-22 11:03:00
Author: Mumbai Samachar Team
ફિલ્મ ‘હનુમાન અંશ’ની પ્રોડ્યુસર અયોધ્યા પહોંચી, ફિલ્મે કમાયા 350 કરોડ

મુંબઈઃ ફિલ્મ 'હનુમાનઅંશે' દુનિયાભરમાં ડંકો વગાડી દીધો છે. માત્ર 46 દિવસમાં જ ₹350 કરોડથી વધારે રકમની કમાણી કરીને બોક્સઓફિસ પર સફળતાની છાપ છોડી છે. માત્ર ભારતના જ નહીં પણ દુનિયાભરના દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ પડી છે એ બોક્સઓફિસ પર કમાણીના આંકડા પરથી કહી શકાય છે. આ સફળતા બાદ ફિલ્મ પ્રોડ્યુસર અનુપ્રિયા નાગર અયોધ્યામાં આવેલા હનુમાનગઢી મંદિરે દર્શન કરવા માટે પહોંચી હતી. 

ફિલ્મનિર્મતા વિશાલ ચતુર્વેદીની ફિલ્મ 'હનુમાનઅંશ' બોલિવૂડની ઐતિહાસિક ફિલ્મ બની ચૂકી છે જેમાં બાબા નીમકરૌલીના જીવનના કેટલાક પાસાઓનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. આ ફિલ્મે દુનિયાભરના લોકોનું દિલ જીતી લીધુ છે. બોકિસઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કર્યા બાદ પ્રોડ્યુસરે આખરે હનુમાનજીના ચરણોમાં શીશ નમાવ્યું છે. આવનારા એક અઠવાડિયા સુધી તો ફિલ્મ થિયેટર્સમાં ચાલું રહેશે એવું ડિસ્ટ્રિબ્યુટર્સ માને છે. 'હનુમાનઅંશ'ની સફળતા ફિલ્મમેક્સ માટે એટલી મોટી છે કે, જેની કલ્પનાનો કોઈ પાર નથી. માત્ર 2 કરોડ રૂપિયાના રોકાણથી તૈયાર થયેલી ફિલ્મે બેસ્ટ રેવન્યૂ જનરેટ કરી આપી છે. મેકર્સ એવું માને છે કે, આ હનુમાનજીના આશીર્વાદ છે. અમારા માટે તો ચમત્કાર છે. આ માટે પ્રોડ્યુસર પ્રભુને ધન્યવાદ કહેવા માટે દેવ-દર્શન કરી રહી છે. ફિલ્મની સફળતા પર પ્રોડ્યુસર અનુપ્રિયા નાગર પહેલા નીમકરૌલી બાબાના દર્શન કરવા માટે પહોંચી હતી. આ પીછે તે બાગેશ્વર ધામ ગઈ અને ત્યાં ગૌમાતાની સેવા પૂજા કરી હતી. હવે આ આધ્યત્મની સફર અયોધ્યા સુધી પહોંચી છે. 

અયોધ્યા નગર પહોંચીને પ્રોડ્યુસરે હનુમાનગઢી હનુમાન મંદિરે દર્શન કર્યા હતા. ફિલ્મની સફળતા માટે આશર્વાદ માગ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો. હનુમાનગઢીમાંથી અનુપ્રિયાનો એક વિડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે હનુમાનજી મહારાજના દર્શન કરી રહી છે. એના હાથમાં એક નાનકડી મૂર્તિ સ્પષ્ટ દેખાઈ રહી છે. અયોધ્યા તે પોતાના પરિવાર સાથે પહોંચી હતી. અયોધ્યામાંથી અનુપ્રિયાએ જણાવ્યું હતું કે, ફિલ્મ રિલીઝ પહેલા હું હનુમાનગઢ અને રામ મંદિરમાં દર્શન હેતું આવી હતી. મારી ફિલ્મ નીમકરૌલી બાબા પર આધારિત છે. હવે જ્યારે ફિલ્મને સફળતા મળી ત્યારે ફરીવાર દર્શન કરવા માટે આવી છું. હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે આવી છું. અનુપ્રિયાએ આ સફળતાને પ્રભુના ચરણમાં અર્પિત કરી છે.