ડો.યોગેશ દડકે
વિદેશ ભણવા ગયેલા સંતાનની યુનિવર્સિટીની ફી ચૂકવવાની તૈયારી કરતાં મા- બાપ, ભારતીય રોકાણની અમેરિકાના રોકાણ સાથે સરખામણી કરતા એનઆરઆઈ અને આગામી ત્રિમાસિકગાળાના આયાત ખર્ચની સમીક્ષા કરતા સીએફઓ વચ્ચેDr આમ જોવા જઈએ તો કોઈ સામ્યતા ખરી?કદાચ પ્રથમ દૃષ્ટિએ એવી કોઈ સમાનતા આપણી નજરે નહીં ચઢે. તેમ છતાં, ગયા અઠવાડિયે આ ત્રણેય હકીકતમાં હજારો કિલોમીટર દૂર એટલે કે ઊર્જા બજારોમાં આકાર લઈ રહેલા એક સમાન ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા હતા.
મધ્યપૂર્વના તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ 100 પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયું, જેનાં પરિણામ ઝડપથી આવ્યાં. તેલ આધારિત ફુગાવાની ચિંતાઓ- ફુગાવાને કારણે બોન્ડ યીલ્ડ (વળતર)માં વધારો થયો- વળતરમાં વધારાને કારણે સેન્ટ્રલ-બેંક નીતિની આસપાસ અપેક્ષાઓ બદલાઈ ગઈ અને તે અપેક્ષાઓને કારણે મુંબઈથી ફ્રેન્કફર્ટ અને ટોક્યો સુધીની કરન્સીમાં હલચલ જોવા મળી. ભૂરાજકીય ઘટના લાંબા સમય સુધી ભૂરાજકીય રહેતી નથી. તે ઘરગથ્થુ બજેટ, રોકાણ વળતર અને કોર્પોરેટ માર્જિન પર પછી અસર કરે છે, પરંતુ તે પહેલા ઊર્જા, ફુગાવા, વ્યાજ દરો અને મૂડી પ્રવાહ પર તેની અસર જોવા મળે છે.
રૂપિયાએ આ ટ્રાન્સમિશનનો સીધો અનુભવ કર્યો. અઠવાડિયા દરમિયાન તે 1.1 ટકા ઘટીને ₹95.55 પ્રતિ યુએસ ડૉલર થયો, જે ચાર મહિનામાં તેનો સૌથી તીવ્ર સાપ્તાહિક ઘટાડો છે, કારણકે મોંઘા તેલ અને વધતા વૈશ્વિક વળતરને કારણે ભારત જેવા ઊર્જા-આયાત કરતા અર્થતંત્ર પર દબાણ વધ્યું. આરબીઆઇએ ઉપર તળે થઇ રહેલા રૂપિયાને નિયંત્રિત કરવા માટે કાર્યવાહી કરી, છતાં ભારતના બાહ્ય ઘટનાક્રમની બીજી બાજુ પણ એટલી જ મહત્ત્વપૂર્ણ હતી.
તાજેતરના અહેવાલના અઠવાડિયામાં વિદેશી હૂંડિયામણ અનામત લગભગ 45 બિલિયન વધીને 785.7 બિલિયન થયું, જે નોંધપાત્ર બફર પૂરું પાડે છે,પરંતુ તે અઠવાડિયું ફક્ત ‘મજબૂત ડૉલર, નબળો રૂપિયા’નું નહોતું. વૈશ્વિક ચિત્ર વધુ સૂક્ષ્મ હતું. અમેરિકામાં ઓગસ્ટમાં ફુગાવાનો આંકડો ઊંચો આવતા એવી અપેક્ષાઓ મજબૂત થઈ કે ફેડરલ રિઝર્વ તેની આગામી બેઠકમાં દર વધારી શકે છે. અમેરિકી ડૉલરના ઊંચા દરનો સીધો અર્થ એ થાય કે ડૉલરમાં રોકાણ વધુ આકર્ષક બને, જેથી ડૉલરને ટેકો મળી શકે છે, પરંતુ બજારો વૃદ્ધિ અને ભૂ-રાજકીય જોખમ સામે ફુગાવાનું સંતુલન પણ કરી રહ્યા હતા.
યુરોપને પણ આ જ પ્રકારની દ્વિધાનો સામનો કરવો પડ્યો હતો. ઊર્જાના વધતા ખર્ચને કારણે ફુગાવા અંગેની સ્થિતિ જટિલ બનતાં, યુરોપિયન સેન્ટ્રલ બૅંકે તેના મુખ્ય વ્યાજદરમાં પચીસ બેઝિસ પોઈન્ટનો વધારો કરીને તેને 2.5 ટકા કર્યો હતો- ચાલુ વર્ષે આ તેનો બીજો વધારો હતો. તેમ છતાં, યુરોમાં આપમેળે કોઈ મજબૂતી જોવા મળી નહીં. એમાંથી ચલણ (કરન્સી) અંગેનો એક મહત્ત્વપૂર્ણ બોધપાઠ મળે છે. બજારો માત્ર વ્યાજદરમાં વધારો થયો છે કે કેમ તેના પર જ પ્રતિક્રિયા આપતા નથી, પરંતુ અગાઉ શું અપેક્ષા હતી, નીતિ-નિર્ધારકો આગળ શું સંકેત આપે છે અને નાણાકીય નીતિ કડક થવાથી ભવિષ્યના વિકાસ પર શું અસર પડશે તે બાબતોને પણ ધ્યાનમાં લે છે.
જાપાનના કિસ્સામાં સૌથી મોટો વિરોધાભાસ જોવા મળ્યો હતો. વર્ષો સુધી રોકાણકારો અન્યત્ર રોકાણ કરવા માટે નિયમિતપણે ‘યેન’ વેચતા રહ્યા હતા, પરંતુ હવે ફેબ્રુઆરી પછી પ્રથમ વખત સટ્ટાકીય સ્થિતિ ‘નેટ-લોંગ યેન’(યેન ખરીદવાની તરફેણમાં) તરફ વળી છે. બૅંક ઓફ જાપાન દ્વારા નાણાકીય નીતિ વધુ ઝડપથી કડક બનાવવાની અપેક્ષાઓ અને સાથે સાથે જાપાની મૂડીના સ્વદેશ પરત ફરવાની શક્યતા એ તે ચલણ અંગેની ચર્ચાનું ચિત્ર બદલી નાખ્યું છે, જે થોડાક જ અઠવાડિયા પહેલા ભારે દબાણ હેઠળ હતું.
વાચકોની જાણ ખાતર, આ માત્ર બજારની અવ્યક્ત ચાલ નથી. વિદેશમાં ટ્યુશન ફી ચૂકવતા માતા-પિતા વિદેશી ચલણમાં ફેરફારની સીધી અસર કુટુંબના બજેટમાં ફેરફાર તરીકે અનુભવે છે. એનઆરઆઈએ ઘરઆંગણાની કરન્સીના આધારે રોકાણોની તુલના કરવી જોઈએ: જો ભારતમાં ઊંચું વળતર મળતું દેખાતું હોય, પણ જો રૂપિયામાં ઘસારો થાય તો જે કરન્સી સાથે તેની સરખામણી કરો તેમાં આખરે વળતર ભૌતિક રીતે તો ઘટે છે.
જો રૂપિયો કરન્સીની સામે ભૌતિક રીતે ઘટે છે તો ભારતમાં ઉચ્ચ હેડલાઇન વળતર (જેને ગુજરાતી માં પ્રારંભિક આકર્ષક વળતર અથવા દેખાડાનું વળતર કહી શકીએ) ઓછું થઈ શકે છે જેમાં સંપત્તિ આખરે માપવામાં આવેછે. એચએનઆઈ (એચએનઆઈ- ઉચ્ચ નેટ વર્થ ધરાવતી વ્યક્તિ) માટે, કરન્સી પોર્ટફોલિયો વળતરનો ભાગ છે, ફક્ત મુસાફરી ખર્ચ નહીં. સીએફઓ માટે, તે લેન્ડેડ કોસ્ટ, ભાવો, કાર્યકારી મૂડી, હેજિંગ અને માર્જિનમાં ફેરફાર કરી શકે છે અને વૈશ્વિક સ્તરે કાર્યરત વ્યાવસાયિક માટે, સતત કરન્સી પરિવર્તન કોર્પોરેટ બજેટ, કર્મચારી ભરતીનું અર્થશાસ્ત્ર અને દેશોમાં પ્રતિભા સંબંધિત ખર્ચને પ્રભાવિત કરી શકે છે.
એક અન્ય પાસું છે જેને સમજદાર રોકાણકારોએ વધુને વધુ ધ્યાનમાં લેવાની જરૂર છે. તે કરન્સી કે જેમાં આખરે વળતર માપવામાં આવે છે. કલ્પના કરોકે એક એનઆરઆઈ ભારતમાં મળતા ઊંચા વળતરવાળા રોકાણની સરખામણી તે દેશની ઓછું વળતર આપતી તક સાથે કરે છે જ્યાં તે પોતે રહે છે. કાગળ પર જોતાં, ભારત સ્પષ્ટપણે વધુ આકર્ષક જણાઈ શકે છે, પરંતુ જો રોકાણના સમયગાળા દરમિયાન રૂપિયાનું મૂલ્ય નોંધપાત્ર રીતે ઘટે છે તો જ્યારે પૈસા રોકાણકારના ઘરઆંગણાની કરન્સીમાં રૂપાંતરિત થાય છે ત્યારે તે વધારાના વળતરનો એક ભાગ અથવા તો બધો જ અદૃશ્ય થઈ શકે છે. તેનાથી વિપરીત સ્થિતિ રોકાણકારને લાભ આપી શકે છે.
આ જ કારણ છે કે વૈશ્વિક રોકાણકારો સંપત્તિ પરના વળતર અને કરન્સીમાં પરિવર્તન પછીના વળતર વચ્ચે તફાવત કરે છે. વ્યાજ દર, ઇક્વિટી લાભ અને મિલકતના મૂલ્યમાં વધારો એ આખી વાર્તાનો માત્ર એક ભાગ છે, પણ વિનિમય દરો કોઈ અવાજ વગર, આખું અંક ગણિત અલગ રીતે લખી શકે છે.તમે જે વળતર મેળવો છો તે હંમેશાં તમે રાખો છો તે વળતર નથી હોતું. સામાન્યમુદ્દો એ છે કે વિનિમય દર ટ્રાન્સમિશન મિકેનિઝમ છે. તે વૈશ્વિક ઘટનાઓને સ્થાનિક અર્થશાસ્ત્રમાં રૂપાંતરિત કરે છે. તેથી, આવનારું અઠવાડિયું અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
ફેડરલ રિઝર્વ હવે ફરી મળશે, જ્યારે અન્ય મુખ્ય કેન્દ્રીય બેંકો અને બજારો ઊર્જા આંચકો કામચલાઉ છે કે સતત છે તેનું મૂલ્યાંકન કરશે. પ્રશ્ન ફક્ત એ નથી કે ડોલર, યુરો, યેન કે રૂપિયો આગામી સમયમાં વધે છે કે નહીં, પરંતુ એ છે કે શું નીતિ નિર્માતાઓ મોંઘી ઊર્જાને વધુને વધુ ફુગાવાના ચક્ર તરીકે જુએ છે અથવા એક આંચકા રૂપે જે અર્થતંત્રો લાંબા સમય સુધી કડક થયા વિના સંભાળી શકે છે.