Tue Oct 06 2026

Logo

ગાંધીધામમાં પાણીનો વેડફાટ કરતાં આર.ઓ. પ્લાન્ટને રૂ.10 હજારનો દંડ: મનપા તંત્રની લાલ આંખ

2026-09-13 12:49:00
Author: Mumbai Samachar Team
ગાંધીધામમાં પાણીનો વેડફાટ કરતાં આર.ઓ. પ્લાન્ટને રૂ.10 હજારનો દંડ: મનપા તંત્રની લાલ આંખ

AI Image


ભુજ: ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં પાણીના વ્યાપક વેડફાટ સામે મહાનગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. શહેરના D-84 નંબરની દુકાન પાછળ આવેલા એક વેલ ડ્રોપ આર.ઓ. પ્લાન્ટ દ્વારા માર્ગ પર મોટા પાયે પાણીનો વેડફાટ કરવામાં આવતાં પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓએ સ્થળ તપાસ કરીને ત્વરિત રૂપિયા 10,000નો દંડ વસૂલ કર્યો હતો.

ગાંધીધામમાં અનેક રહેણાંક અને વાણિજ્યિક એકમો તેમજ ગેરકાયદે ધમધમતા આર.ઓ. પ્લાન્ટ્સ દ્વારા પીવાના પાણીનો બેફામ બગાડ કરવામાં આવી રહ્યો છે. પાણીના વેડફાટથી રસ્તાઓ અને સરકારી સંપત્તિને ભારે નુકસાન પહોંચી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. તંત્ર દ્વારા ક્યારેક-ક્યારેક જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોવાથી ભૂમાફિયાઓ અને બેદરકાર વેપારીઓમાં કોઈ ધાક જોવા મળતી નથી.

સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે મહાનગરપાલિકા દ્વારા તમામ આર.ઓ. પ્લાન્ટ્સના પાણીના કનેક્શન અને ગેરકાયદેસરતા અંગે નિયમિતપણે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવે. શહેરમાં સતત અને કડક દંડાત્મક ઝુંબેશ ચલાવવામાં આવે તો પાણીનો બગાડ અટકવાની સાથે મહાનગરપાલિકાની આવકમાં પણ વધારો થઈ શકે છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે આગળની કડક કાર્યવાહી જારી રાખવામાં આવી છે.

ઉત્સવ વૈદ્ય