Wed Oct 07 2026

Logo

સર્બિયાના પૂર્વ રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુસિચે કહ્યું પીએમ મોદીને દેશને નવી ઉંચાઈઓ પર પહોંચાડ્યું, છતાં તેમને નબળા પાડવાના પ્રયાસ

2026-10-07 21:50:00
Author: Chandrakant Kanoja
સર્બિયાના પૂર્વ રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુસિચે કહ્યું પીએમ મોદીને દેશને નવી ઉંચાઈઓ પર પહોંચાડ્યું, છતાં તેમને નબળા પાડવાના પ્રયાસ

નવી દિલ્હી: પીએમ મોદીએ જાહેર જીવન 25 વર્ષ પૂર્ણ કર્યા છે. તેવા સમયે દેશ ઉપરાંત વિદેશના રાજનેતાઓ પણ તેમને  શુભેચ્છા પાઠવી હતી. ત્યારે સર્બિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુસિચે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને  નવી ઉંચાઈઓ પર પહોંચાડ્યું છે અને વૈશ્વિક મંચ પર તેને એક મોટી શક્તિ તરીકે સ્થાપિત કર્યું છે. તેમ છતાં તેમને નબળા પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. 

મહાત્મા ગાંધીના ઉપદેશોને અનુસરવાનો પ્રયાસ કરે છે

સંસદીય ચૂંટણી લડવા માટે એલેક્ઝાન્ડર વુસિચે ગયા મહિને સર્બિયાના રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. વુસિચે કહ્યું કે, તમારી પાસે નરેન્દ્ર મોદી જેવા નેતા છે. હવે તેમને નબળા બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પીએમ મોદીએ ભારતને નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે. તેઓ મહાત્મા ગાંધીના ઉપદેશોને અનુસરવાનો પ્રયાસ કરે છે.

તેમને તોડવાની કોશિષ કરવાની પેટર્ન બની ગઈ

તેણે આગળ કહ્યું, "તેમના કારણે જ ભારત વિશ્વના મંચ પર એટલું મહત્વનું બની ગયું છે. તે એક મોટી શક્તિ બની ગયું છે. તેણે મહાન કાર્યો કર્યા છે તેમ છતાં લોકો તેને એવું કહીને તોડવાની કોશિશ કરે છે કે તે નિષ્ફળ ગયા છે. આ એક પેટર્ન બની ગઈ છે.

ભાજપે સર્બિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નિવેદનોને સમર્થન આપ્યું 

તેમજ ભાજપે સર્બિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નિવેદનોને વડાપ્રધાન મોદીના નેતૃત્વના સમર્થન તરીકે રજૂ કર્યા હતા. ભાજપે ટ્વીટ કર્યું, જ્યારે વિશ્વના નેતાઓ આપણા વડાપ્રધાન વિશે આવા શબ્દોમાં વાત કરે છે, ત્યારે તે ઘણું બધું સૂચવે છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત આગળ વધી રહ્યું છે અને વિશ્વ તેની નોંધ લઈ રહ્યું છે.