Mon Oct 05 2026

Logo

બોલિવૂડના દિગ્ગજોએ સ્મિતના શૈર્યને કર્યુ સલામ, જાણો કોણ શું બોલ્યું

2026-10-03 18:46:51
Author: Mumbai Samachar Team
બોલિવૂડના દિગ્ગજોએ સ્મિતના શૈર્યને કર્યુ સલામ, જાણો કોણ શું બોલ્યું

મુંબઈ: ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં હવામાં સર્જાયેલા ગંભીર સંકટ દરમિયાન ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે બતાવેલી હિંમત અને હાજરજવાબી માટે દેશભરમાંથી પ્રશંસા મળી રહી છે. હવે બોલિવૂડના અનેક દિગ્ગજ કલાકારોએ પણ કેપ્ટન સ્મિત મચ્છરને સલામ કરી છે. સલમાન ખાનથી લઈને શાહરૂખ ખાન, રણવીર સિંહ, વિકી કૌશલ, સંજય દત્ત, રશ્મિકા મંદાના અને અન્ય કલાકારોએ સોશિયલ મીડિયા પર તેની બહાદુરીને બિરદાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની હિંમત અને ઝડપી નિર્ણયશક્તિની પ્રશંસા કરી હતી.  

આ યાદીમાં સૌપ્રથમ શાહરૂખ ખાનનું નામ જોડાયું છે. શાહરૂખ ખાને કેપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસા કરતાં કહ્યું કે 'મુશ્કેલીની ઘડીમાં તેણે મજબૂતીથી ઊભા રહીને વિમાનમાં સવાર લોકોની સુરક્ષા માટે પોતાની જિંદગી જોખમમાં મૂકી હતી.' તેણે કેપ્ટન સ્મિત મચ્છરને હિંમત અને ફરજનું સાચું ઉદાહરણ ગણાવી ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને પણ કેપ્ટન સ્મિત મચ્છરને સલામ કરતાં લખ્યું, 'કમાલ કરી દીધું પાયલટ જી , અમે બધા તમને સલામ કરીએ છીએ..તમારી સાથે ઉડાણ ભરવામાં આનંદ થશે.. શાબાશ ભાઈ'. ધુરંધર સ્ટાર રણવીર સિંહે તેને 'કેપ્ટ્ન કરેજીયસ' કહીને વખાણ્યો હતો, જ્યારે વિકી કૌશલે તેને 'બ્રેવહાર્ટ' ગણાવ્યો હતો. સંજય દત્તે પણ તેની હિંમતને સલામ કરી અને ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. 

આ સિવાય સની દેઓલે પણ એક્સ એકાઉન્ટ પર લખ્યું, 'કેપ્ટ્ન સ્મિત મચ્છર, જયારે સૌથી વધારે જરૂર હતી, ત્યારે તમે અસાધારણ સાહસ અને સુજ્બુજ બતાવી હતી. તમે એક મોટી દુર્ઘટનાને ટાળી અને લોકોનો જીવ બચાવવામાં મદદ કરી છે. તમ જલ્દી સ્વસ્થ થઈ જાઓ. સલામ.' આ ઉપરાંત રશ્મિકા મંદાના, અનન્યા પાંડે, આર. માધવન, પરેશ રાવલ, વિજય દેવરાકોંડા, શિલ્પા શેટ્ટી, જેકી શ્રોફ, સોનમ કપૂર, રવિના ટંડન અને અન્ય કલાકારોએ પણ સોશિયલ મીડિયા પર કેપ્ટન મચ્છરની બહાદુરીને બિરદાવી છે.