Tue Oct 06 2026

Logo

તુર્કીયેમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો, 5.8 ની તીવ્રતા નોંધાઈ

Ankara   2026-09-24 17:01:05
Author: Chandrakant Kanoja
તુર્કીયેમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો, 5.8 ની તીવ્રતા નોંધાઈ

અંકારા: તુર્કીયેમાં ગુરુવારે ફરી એકવાર ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. આ અંગે મળતી માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા 5.8  નોંધાઈ છે. જેમાં દિયારબાકીર, અદિયામાન અને શાનલીઉર્ફા સહિત આસપાસના અનેક પ્રાંતોમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. જયારે ભૂકંપની સૌથી વધુ અસર દિયારબાકીરમાં અનુભવાઈ હતી.જોકે, હજુ સુધી જાનમાલના નુકસાનના કોઇ અહેવાલ નથી. 

વહીવટી ટીમો પરિસ્થિતિનો તાગ મેળવવા  વિવિધ વિસ્તારોની મુલાકાતે  

તુર્કીયેમાં શાનલિયુર્ફા ઉપરાંત અદિયામાન, માલત્યા, દિયારબાકીર અને ગાઝિયાંટેપમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલમાં કોઈ અનિચ્છનીય ઘટનાના અહેવાલ નથી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર વહીવટી ટીમો પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહી છે.