Tue Oct 06 2026

Logo

નિમ્રત કૌરે ખોલ્યા ફિલ્મ 'ધુરંધર'ના રાઝ, રણબીર કપૂરના સંઘર્ષ વિશે કહી મોટી વાત

2026-09-30 17:48:36
Author: Mumbai Samachar Team
નિમ્રત કૌરે ખોલ્યા ફિલ્મ 'ધુરંધર'ના રાઝ, રણબીર કપૂરના સંઘર્ષ વિશે કહી મોટી વાત

મુંબઈઃ ફિલ્મનિર્માતા આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર' સુપરડુપર રીતે હિટ સાબિત થઈ છે. ફેન્સ પર 'ધુરંધર'ની એક અસર જોવા મળી હતી. દરેક પાત્રની જોરશોરથી સોશિયલ મીડિયા પર ચર્યા થતી રહી હતી. બોલિવૂડ સિનેમા સાથે જોડાયેલા મોટાગજાના કલાકારોએ પણ આ ફિલ્મના વખાણ કર્યા હતા. હવે આ જ ફિલ્મની એક્ટ્રેસે પોતાની એક ખાસ મુલાકાતમાં ફિલ્મ સંબંધિત કેટલાક રાઝ ખોલ્યા છે. એટલું જ ફિલ્મના એક અલગ અંદાજમાં વખાણ કર્યા હતા. 

લોકોને અંદાજ બદલ્યો

એક ખાસ મુલાકાતમાં એક્ટ્રેસ નિમ્રત કૌરે જણાવ્યું હતું કે, 'ધુરંધર' ફિલ્મે સ્પાય ફિલ્મને લઈને લોકોના જે વિચાર હતા એ બદલી દીધા છે. આખરે એક સ્પાય કેવો હોય અને કેવો હોવો જોઈએ એ અંગે ફિલ્મમાં અનેક પાસાઓ બતાવવામાં આવ્યા છે. જ્યારે કોઈ વસ્તુ એટલા મોટા સ્કેલ સાથે અને અને ઉત્તમ રીતે તૈયાર થાય છે કે, લોકોને ખ્યાલ આવે કે, કેટલીક વસ્તુઓ કેટલી હદ સુધી પ્રેક્ટિકલ લાગી શકે છે. દરેક વસ્તુનો એક સ્કેલ હોય છે એ પણ હાઈ થતો હોય છે. 

હું એવું માનું છું કે, ક્યારેક ક્યારેક આપણી સામે એક એવી ફિલ્મ આવી જાય છે જેને જોઈને એવું લાગે કે, આ તો એ જ સ્ટોરી છએ પણ અંદાજ અલગ છે. આવા જ અલગ અંદાજની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા. આ જ તત્ત્વ હોય ત્યારે ફિલ્મ દરેકને પસંદ પડે છે. 'ધુરંધર' ફિલ્મ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ઉદાહરણ બની ગઈ છે. જો કોઈ એવી સ્ટોરીને પૂરી ક્ષમતા સાથે અને મોટા સ્કેલ સાથે દર્શકોની સામે રજૂ કરવામાં આવે તો ફિલ્મ માત્ર જાસુસી ફિલ્મ તરીકે રહેતી નથી. એ ખરેખર 'ધુરંધર' બની જાય છે. 

જાણો કેટલું ક્લેકશન હતું?

બે ભાગમાં રજૂ થયેલી ફિલ્મે સમગ્ર દુનિયામાંથી કરોડો રૂપિયાની કમાણી કરી છે. બન્ને ભાગે માત્ર 31 દિવસમાં જ 1200 કરોડથી વધારે રકમનો વકરો કર્યો હતો. જ્યારે બીજાભાગનું ટોટલ ક્લેક્શન 1720.68 કરોડ સુધી પહોંચ્યું હતું. રણબીર કપૂરની વાત કરવામાં આવે તો ફિલ્મ માટે રણબીરે ખરેખર વાળ વધાર્યા હતા. જ્યારે અગાઉના જે સીન છે એ સામાન્ય દિવસોમાં શુટ કરવામાં આવ્યા હતા. 

ઘણા ઓછા લોકો જાણતા હશે કે, રણબીર કપૂરે ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા કોપીરાઈટર તરીકે પણ કામ કર્યું હતું. જાહેરાતની એક એજન્સી માટે રણબીરે કોપીરાઈટિંગનું કામ કર્યું હતું. આ વસ્તુ એને ત્યારે કામ આવી જ્યારે તેને શુટિંગના અસાઈમેન્ટ મળ્યા જેમાં તે સરળતાથી ડાયલોગ્સમાં ક્રિએટિવિટી કરી શક્યો હતો. જ્યારે ફિલ્મમેકર આદિત્ય ધરની વાત કરવામાં આવે તો આદિત્યએ એક સમયે રેડિયોમાં RJ તરીકે પણ કામ કર્યું છે એ પણ મુંબઈ જેવા શહેરમાં.