નવી દિલ્હીઃ એસઆઈઆર મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈ આજે કૉંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીએ પણ 24 કલાકમાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે. અભિજીત દીપકેએ કહ્યું કે , જો જ્ઞાનેશ કુમાર શનિવાર સુધીમાં રાજીનામું નહીં આપે તો સીજેપી 5 ઑક્ટોબર એટલે કે ગાંધી જયંતિથી મુંબઈમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. આ દરમિયાન કોકરોચ જનતા પાર્ટીના કાર્યકર્તા સૌરવ દાસ, સ્થાપક અભિજીત દીપકે, આશુતોષ રંકા અને રત્ના સિંહની મુશ્કેલી વધી શકે છે.
દીપકે અને તેમના સાથીઓ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની AI-જનરેટેડ તસવીરોને એડિટ કરીને વાયરલ કરી હોવાનો આરોપ છે. કોર્ટને જણાવવામાં આવ્યું કે આ મામલે FIR પહેલાથી જ નોંધાઈ ચૂકી છે અને મહિલા હવે આ તસવીરોને હટાવવા માંગે છે.
અરજી અનુસાર, આ તસવીરના બેનરો છપાવીને ભીડ વચ્ચે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને વાંધાજનક નારા લગાવવામાં આવ્યા હતા. મહિલાનો આરોપ છે કે તસવીર અને વીડિયોને ઇન્સ્ટાગ્રામ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવ્યા હતા.
CJP બે દિવસમાં લઈ લેશે Gyanesh Kumarનું રાજીનામું? | Abhijeet Dipke | Election Commission #abhijeetdipke #gyaneshkumar #electioncommission #sir2026 #cjp #electioncommissionindia #indianews #politicalnews pic.twitter.com/vlZ35sDCTK
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 24, 2026
શું છે સમગ્ર મામલો?
અરજીમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે મહિલાની મોર્ફ કરેલી તસવીરો કેટલીક પોર્ન વેબસાઇટ્સ પર પણ અપલોડ અને શેર કરવામાં આવી હતી. મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અનુસાર, આ મામલે FIR નોંધાઈ હોવા છતાં સાયબર ઓથોરિટીએ કન્ટેન્ટ હટાવવા માટે જરૂરી કાર્યવાહી કરી નથી.
મહિલાએ દાવો કર્યો છે કે ડીપફેક તસવીરો હજુ પણ ઇન્ટરનેટ પર વાયરલ છે અને તેને બળાત્કાર તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. અરજીમાં મહિલાએ કોર્ટ પાસે પોલીસ સુરક્ષા આપવાની પણ માંગ કરી છે. સાથે જ સોશિયલ મીડિયા અને પોર્ન વેબસાઇટ્સ પરથી વાંધાજનક તસવીરો તેમજ ડીપફેક કન્ટેન્ટને તાત્કાલિક ટ્રેસ કરી બ્લોક કરવાની અને હટાવવાની માંગ કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની ડિવિઝન બેન્ચે આ મામલાને આજે સુનાવણી માટે લિસ્ટ કરવા જણાવ્યું છે.