ફ્લાયદુબઈની ફ્લાઈટમાં 174 લોકોના જીવ બચાવનારા કેપ્ટન સ્મિત મચ્છર હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે. ચારેય બાજુથી સ્મિત પર અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે ત્યારે હવે પહેલી વખત જ સ્મિત મચ્છરની પત્ની સોનલ મચ્છરની પ્રતિક્રિયા સામે આવી છે. ભારતીય પાયલટ કેપ્ટન પર થયેલાં હુમલા અને તેની જાબાંઝીને લઈને સોનલે કહ્યું હતું કે જ્યારે મને પતિ પર થયેલા હુમલાના સમાચાર મળ્યા તો હું સાવ ભાંગી પડી હતી. એ સમયે મારી પાસે આ ઘટનાને સમજવાની કે પ્રતિક્રિયા આપવાની કોઈ ક્ષમતા પણ નહોતી.
એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સોનલ મચ્છરે જણાવ્યું હતું કે હું સ્તબ્ધ થઈ ગઈ હતી અને મને ખબર જ નહોતી પડી રહી કે કઈ રીતે રિએક્ટ કરું? મિત્રો અને પરિવારના સમર્થનથી જ હું આ મુશ્કેલ સમયમાં ટકી શકી હતી. હું મારા પતિના હેલ્થ અપડેટની રાહ જોતા જોતા મારી જાતને ધીરે ધીરે સંભાળી રહી હતી.
સંકટ સમયે હનુમાન ચાલીસા જપતા હતા કેપ્ટન સ્મિત | Smit Machchar
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) October 2, 2026
FlyDubaiની ફ્લાઈટમાં અચાનક સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે મુસાફરોમાં ગભરાટનો માહોલ હતો. આ દરમિયાન સ્મિત મચ્છર હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા હતા. ઘટનાક્રમ બાદ સ્મિત મચ્છરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોલ પર… pic.twitter.com/JUPE1rCvDi
કેપ્ટન સ્મિત મચ્છર પર થયેલાં હુમલાના સમાચારથી આખો પરિવાર આઘાતમાં હતો. સોનલના મતે પરિવાર અને મિત્રોનો સાથ તેને હિંમત અને ટકી રહેવાનું બળ આપી રહ્યું છે. તે સતત સ્મિતના હેલ્થ અપડેટ્સ મેળવી રહી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેપ્ટન સ્મિત મચ્છરના પરિવારની મુલાકાત લીધી હતી. મુંબઈના સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસ ખાતે આ મુલાકાત યોજાઈ હતી. મુખ્યમંત્રીએ સ્મિતના કાકા અને કાકી સાથે ચર્ચા કરી હતી. તેમણે પાયલટની તબિયત વિશે પૂછપરછ કરી હતી. Maharashtra CM Devendra Fadnavis met… pic.twitter.com/ehLDj9KlPr
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) October 2, 2026
સોનલે વધુમાં જણાવ્યું હતું કે પરિવાર અને મિત્રોના ભરોસાની સાથે સાથે ભારતીય અધિકારીઓ પાસેથી મળી રહેલી માહિતીએ મારો ભય ઓછો કર્યો અને જ્યારે મને ખબર પડી કે સ્મિતની તબિયત સ્ટેબલ છે તો મને ખૂબ જ રાહત થઈ. જ્યારે હું સ્મિતને મળી ત્યારે જઈને મને વિશ્વાસ થયો કે સ્મિતને સારી અને યોગ્ય સારવાર મળી રહી છે. હું ઈચ્છું છું કે તે જલદી હોસ્પિટલમાંથી ઘરે પાછો ફરે અને તેની રિકવરી માટે જે પણ જરૂરી હશે તે બધું જ હું કરી છુટીશ...
Captain Smit Machchhar: સ્મિતની હિંમતને PM મોદી, ટ્રમ્પ-નેતન્યાહૂએ કર્યા સલામ
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) October 1, 2026
કૅપ્ટન સ્મિત મચ્છરની હિંમતને લોકો દેશ-દુનિયાથી સલામ કરી રહ્યા છે, ફ્લાયદુબઈની ફ્લાઇટમાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ દરમિયાન ઈજાગ્રસ્ત હોવા છતાં સ્મિત મચ્છરે કોકપિટનો દરવાજો ખોલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા… pic.twitter.com/jAbWfKuR4V
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સ્મિત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને આખો પરિવાર તેના હેલ્થ પર વોચ રાખી રહ્યો છે અને તે જલદી ઘરે પાછો ફરે એની અમે રાહ જોઈ રહ્યા છીએ, એવું સોનલે વધુમાં ઉમેર્યું હતું.