મુંબઈ: ગણપતિ બાપ્પાના આગમન સાથે સમગ્ર મુંબઈ ભક્તિના રંગે રંગાઈ ગયું છે અને બોલિવૂડ તથા ટીવી જગત પણ બાપ્પાની ભક્તિમાં રંગાયું છે. 2026ની ગણેશ ચતુર્થીમાં સલમાન ખાન, સૈફ અલી ખાન-કરીના કપૂર, સોનુ સૂદ, શિલ્પા શેટ્ટી, અંકિતા લોખંડે, કાજોલ, શર્વરી વાઘ અને સુનીતા આહુજા સહિત અનેક સેલિબ્રિટીઓએ બાપ્પાનું સ્વાગત કર્યું હતું. સેલેબ્સે પરિવાર સાથે પૂજા-અર્ચના કરીને ગણેશોત્સવની ઉજવણી કરી હતી.
સલમાન ખાનના ઘરે પણ દર વર્ષની જેમ આ વર્ષે ગણપતિ બાપ્પાનું આગમન થયું હતું. સલમાનના પરિવાર માટે ગણેશોત્સવ ખાસ આસ્થા ધરાવતો તહેવાર છે. અભિનેતા દર વર્ષે બાપ્પાની સ્થાપના અને પૂજામાં ભાગ લે છે. સલમાનના ઘરે ગણપતિના આગમનની ઝલક સામે આવ્યા બાદ તેમના ચાહકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરે પણ ગણેશ ચતુર્થીની ખાસ ઉજવણી જોવા મળી હતી. કરીનાએ પોતાના પુત્ર જેહ અલી ખાન અને સૈફે મળીને બનાવેલી ગણેશ મૂર્તિની ઝલક ચાહકો સાથે શેર કરી હતી. પિતા-પુત્રે સાથે મળીને બાપ્પાની મૂર્તિ તૈયાર કરી હોવાની વાતે આ ઉજવણીને વધુ ખાસ બનાવી હતી. આ ઉપરાંત અભિનેતા સોનુ સૂદે પણ ગણપતિ બાપ્પાની પૂજા કરીને તહેવારની ઉજવણીમાં ભાગ લીધો હતો.
Ganeshotsav 2026 : सोनू सूद यांनी केलं गणपती बाप्पाचं स्वागत! | Sonu Sood | Ganpati Bappa Morya#SonuSood #GanpatiBappaMorya #Ganeshotsav2026 #GaneshChaturthi #Ganpati #BappaArrival #GaneshFestival #Bollywood #SonuSoodGanpati #MumbaiSamachar pic.twitter.com/DzhP7xQvX1
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) September 14, 2026
શિલ્પા શેટ્ટી પણ દર વર્ષની જેમ ગણેશોત્સવની ઉજવણીમાં આગળ જોવા મળી હતી. શિલ્પા અને તેમના પતિ રાજ કુન્દ્રાએ પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું હતું. બીજી તરફ અંકિતા લોખંડેએ પણ પરિવાર સાથે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી હતી. અંકિતાએ ભક્તિભાવથી પૂજા કરી અને ગણેશોત્સવની ઉજવણીની ઝલક ચાહકો સાથે શેર કરી હતી.
કાજોલે પણ ગણેશ ચતુર્થીના અવસરે બાપ્પાની ભક્તિ કરી હતી, જ્યારે શર્વરી વાઘે પણ મોરગાંવમાં ગણેશોત્સવની ઉજવણી કરી હતી. આ ઉપરાંત ઈશા કોપ્પીકર, ડેઝી શાહ, દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરી સહિતના કલાકારોએ પણ ગણપતિ બાપ્પાની સ્થાપના કરી હતી. તેમના ઘરે પણ પૂજા અને આરતી સાથે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ ઢોલ-નગારા સાથે બાપ્પાનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. ટીવી જગતના રિત્વિક ધનજાની અને કરણ વાહી પણ ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા હતા. બીજી તરફ અંબાણી પરિવારના ગણેશોત્સવની પણ ખાસ ચર્ચા રહી હતી. અનંત અંબાણી અને રાધિકા અંબાણી સહિત પરિવારના સભ્યોએ પરંપરાગત વિધિ-વિધાન સાથે બાપ્પાની પૂજા કરી હતી.
આમ, 2026ની ગણેશ ચતુર્થીમાં મુંબઈની ગલીઓ અને ગણપતિ પંડાલોની સાથે સેલિબ્રિટીઓના ઘરો પણ ‘ગણપતિ બાપ્પા મોરયા’ના જયઘોષથી ગુંજી રહ્યા છે. સલમાન ખાન, સૈફ-કરીના, સોનુ સૂદ, શિલ્પા શેટ્ટી, અંકિતા લોખંડે, સુનીતા આહુજા, કાજોલ અને શર્વરી વાઘ સહિત અનેક સેલિબ્રિટીઓએ બાપ્પા પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરી છે. સેલિબ્રિટીઓની આ ભક્તિમય ઉજવણી જોઈને કહી શકાય કે આ વખતે ખરેખર ‘બોલિવૂડને પણ લાગ્યું બાપ્પાનું ઘેલું’!