Mon Oct 05 2026

Logo

બોલો, ભાજપે મન કી બાત કાર્યક્રમ માટે 7 હોદ્દેદારો નીમ્યા

2026-09-22 13:11:00
Author: Mayur Patel
બોલો, ભાજપે મન કી બાત કાર્યક્રમ માટે 7 હોદ્દેદારો નીમ્યા

ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે પ્રદેશ ભાજપ સંગઠન એક્શન મોડમાં આવી ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત માટે ગુજરાતમાં ભાજપે 7 હોદ્દેદારો નીમ્યા હતા. પૂર્વ ધારાસભ્ય સુરેશભાઈ પટેલની પ્રભારી, પ્રદેશ પ્રવાસ, બેઠક મન કી બાત -અમદાવાદ તરીકે નિમણૂક થઈ હતી.

અમદાવાદના પ્રદેશ સંયોજક તરીકે મનિષભાઈ પટેલ, સુરત શહેરના પ્રદેશ સહસંયોજક (દક્ષિણ ઝોન) તરીકે નિરવભાઈ શાહ, આણંદના પ્રદેશ સહસંયોજક (મધ્ય ઝોન) તરીકે મયુરભાઈ સુથાર, મહેસાણાના પ્રદેશ સહસંયોજક (ઉત્તર ઝોન) તરીકે મયુરભાઈ પટેલ, રાજકોટ જીલ્લા પ્રદેશ સહસંયોજક (સૌરાષ્ટ્ર ઝોન-1) તરીકે પૃથ્વીસિંહ વાળા અને ભાવનગર શહેર પ્રદેશ સહસંયોજક (સૌરાષ્ટ્ર ઝોન-2) તરીકે હરેન્દ્રસિંહ ગોહિલની વરણી કરી હતી.

'મન કી બાત' રેડિયો કાર્યક્રમની શરૂઆત 3 ઓક્ટોબર 2014ના રોજ વિજયાાદશમીના પર્વ પર થઈ હતી. જેનો હેતુ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના નાગરિકો સાથે સીધો સંવાદ સાધવા અને વિવિધ સામાજિક તથા રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે.

 


ત્રણ જિલ્લાના પ્રમુખોની કરી નિમણૂક

આ ઉપરાંત ભાજપે ત્રણ જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરી હતી. ડાંગ જિલ્લાના પ્રમુખ તરીકે સુરેશભાઈ મોતીરામ ચૌધરી, ભરૂચના પ્રમુખ તરીકે પરેશભાઈ કાંતિભાઈ લાડ તથા નર્મદાના પ્રમુખ તરીકે શબ્દશરણ ભાઈલાલ તડવીની નિમણૂક કરાઈ હતી.