Mon Oct 05 2026

Logo

સપ્ટેમ્બરની હડતાળ તો ટળી ગઈ પણ ઓક્ટોબર મહિનામાં 16 દિવસ સુધી બંધ રહેશે બેંકો, જાણી લેશો તો...

2026-09-29 15:54:00
Author: Darshana Visaria
સપ્ટેમ્બરની હડતાળ તો ટળી ગઈ પણ ઓક્ટોબર મહિનામાં 16 દિવસ સુધી બંધ રહેશે બેંકો, જાણી લેશો તો...

મુંબઈઃ ઓક્ટોબર મહિનો શરૂ થતાંની સાથે જ દેશભરમાં તહેવારોની મૌસમ પૂરબહારમાં ખીલશે. મહાત્મા ગાંધી જયંતી, નવરાત્રિ, દુર્ગા પૂજા, દશેરા (વિજયાદશમી), લક્ષ્મી પૂજા, કરવા ચોથ અને સરદાર પટેલ જયંતી જેવા મોટા તહેવારોને કારણે આ મહિનામાં બેંકિંગ કામકાજ મોટા પાયે પ્રભાવિત થશે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ઓફિશિયલ હોલિડે કેલેન્ડર મુજબ, ઓક્ટોબર, 2026માં રવિવાર અને બીજા-ચોથા શનિવાર સહિત દેશના અલગ-અલગ રાજ્યો અને બેંકિંગ સર્કલમાં કુલ 16 દિવસ બેંક હોલીડે રહેશે.

જો તમે પણ ઓક્ટોબર મહિનામાં ચેક ક્લિયરન્સ, ડ્રાફ્ટ કે બ્રાન્ચ આધારિત દસ્તાવેજી કામકાજ પતાવવાનું હોય, તો બેંક જતા પહેલાં આ સંપૂર્ણ રજાઓની યાદી તપાસી લેવી અનિવાર્ય છે, જેથી તમારે બેંકમાં ધક્કો ના થાય. 

ઓક્ટોબર, 2026માં કઈ તારીખે ક્યાં બેંકો બંધ રહેશે?

બીજી ઓક્ટોબર (શુક્રવાર)- મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે હોવાને કારણે સમગ્ર દેશમાં તમામ સરકારી અને ખાનગી બેંકો બંધ રહેશે.
4થી ઓક્ટોબર (રવિવાર)- સાપ્તાહિક રજાને કારણે દેશભરની તમામ બેંક શાખાઓ બંધ રહેશે.
10મી ઓક્ટોબર (શનિવાર)- મહિનાનો બીજો શનિવાર હોવાથી સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે; આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં મહાલયા અમાસ નિમિત્તે પણ રજા રહેશે.
11મી ઓક્ટોબર (રવિવાર)- સાપ્તાહિક રજાને કારણે દેશભરમાં બેંકો બંધ.
17મી ઓક્ટોબર (શનિવાર)- મહા સપ્તમી હોવાથી ત્રિપુરામાં દુર્ગા પૂજા/મહા સપ્તમી નિમિત્તે બેંકો બંધ રહેશે.
18મી ઓક્ટોબર (રવિવાર)- સાપ્તાહિક રજા હોવાથી દેશભરમાં કામકાજ બંધ રહેશે.
19મી ઓક્ટોબર (સોમવાર)- દશેરા (મહાઅષ્ટમી/મહાનવમી) / આયુધ પૂજા / દુર્ગા પૂજા હોવાથી દેશના અસમ, બિહાર, ઝારખંડ, કર્ણાટક, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, તમિલનાડુ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને અરુણાચલ પ્રદેશ રાજ્યમાં બેંકો બંધ રહેશે.
20મી ઓક્ટોબર (મંગળવાર)- વિજયાદશમી (દશેરા)/દુર્ગા પૂજાને કારણે અમદાવાદ, મુંબઈ (બેલાપુર), બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દેહરાદૂન, ગુવાહાટી, હૈદરાબાદ, ઈટાનગર, જયપુર, જમ્મુ, કાનપુર, કોચી, કોહિમા, કોલકાતા અને લખનૌ સહિત દેશના મોટાભાગના કેન્દ્રોમાં બેંકો બંધ રહેશે.
21મી ઓક્ટોબર (બુધવાર)- વિજયાદશમી / દુર્ગા પૂજા (દસૈન) હોવાથી આસામ, કર્ણાટક, કેરળ, સિક્કિમ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં શાખાઓ બંધ રહેશે.
22મી ઓક્ટોબર (ગુરુવાર)- દુર્ગા પૂજા (દસૈન)ને કારણે સિક્કિમમાં બેંકોમાં રજા રહેશે.
23મી ઓક્ટોબર (શુક્રવાર)- દુર્ગા પૂજા (દસૈન)ને કારણે સિક્કિમમાં બેંક શાખાઓ બંધ રહેશે.
24મી ઓક્ટોબર (શનિવાર)- મહિનાનો ચોથો શનિવાર હોવાથી સમગ્ર દેશમાં બેંકોમાં કામકાજ બંધ રહેશે.
25મી ઓક્ટોબર (રવિવાર)- સાપ્તાહિક રજા હોવાને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
26મી ઓક્ટોબર (સોમવાર)- લક્ષ્મી પૂજા/વાલ્મીકિ જયંતી/એક્સેસન ડે હોવાથી ચંદીગઢ, જમ્મુ-કાશ્મીર અને ત્રિપુરામાં બેંક શાખાઓ બંધ રહેશે.
29મી ઓક્ટોબર (ગુરુવાર)- કરવા ચોથના તહેવાર નિમિત્તે હિમાચલ પ્રદેશમાં બેંકો બંધ રહેશે.
31મી ઓક્ટોબર (શનિવાર)-  સરદાર પટેલ જયંતી નિમિત્તે ગુજરાતભરમાં તમામ બેંકોમાં રજા રહેશે.

ઓનલાઈન અને ડિજિટલ બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે:

બેંક શાખાઓ બંધ હોવા છતાં ગ્રાહકો માટે ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ એપ્સ, યુપીઆઈ અને એટીએમ સર્વિસ 24 કલાક રાબેતા મુજબ કાર્યરત રહેશે. એક ખાતામાંથી બીજા ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવા કે ઓનલાઇન બિલ પેમેન્ટ કરવા માટે કોઈ અડચણ નહીં આવે, પરંતુ ફિઝિકલ ચેક ક્લિયરન્સ કે શાખાના રૂબરૂ દસ્તાવેજી કામકાજ રજાના દિવસોમાં થઈ શકશે નહીં.