Thu Apr 23 2026

Logo

‘ભૂત બંગલા’ ના તોડી શકી 2026ની આ હોરર કોમેડી ફિલ્મનો રેકોર્ડ, આ રહ્યાં કમાણીના આંકડા...

2026-04-22 11:39:00
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા’ અત્યારે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી રહી છે. આ ફિલ્મને રિલીઝ થયાને 5 દિવસ થઈ ગયાં છે, અને તેની કમાણીમાં સતત વધારો પણ થઈ રહ્યો છે. ફિલ્મની કમાણી વધી રહી છે પરંતુ આ વર્ષની પહેલી હોરર કોમેડી ફિલ્મનો રેકોર્ડ ‘ભૂત બંગલા’ તોડી શકી નથી. અહેવાલ પ્રમાણે ‘ભૂત બંગલા’ ફિલ્મે રિલીઝ થયાના પાંચમાં દિવસે 7.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ચાલો વિગતે રિપોર્ટ જોઈએ...

‘ધ રાજા સાહબ’નો રેકોર્ડ ના તોડી શકી ‘ભૂત બંગલા’

અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ના ભારતીય કુલ કલેક્શનની વાત કરવામાં આવે તો, ફિલ્મે 86.21 કરોડ રૂપિયાની કમાણી કરી છે. વિશ્વભરમાં આ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 117.71 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. સ્વાભાવિક છે કે, 100 કરોડના ક્લબમાં સામેલ થઈ તેમ છતાં પણ તે આ વર્ષની પહેલી હોરર કોમેડી ફિલ્મનો રેકોર્ડ તોડી શકી નથી. પ્રભાસની હોરર કોમેડી ફિલ્મ ‘ધ રાજા સાહબ’નો રેકોર્ડ તોડવામાં અક્ષયની ફિલ્મ માર ખાઈ ગઈ છે. 

‘ધ રાજા સાહબ’એ પાંચ દિવસમાં 175.21 કરોડ છાપ્યાં

 પ્રભાસની હોરર કોમેડી ફિલ્મ ‘ધ રાજા સાહબ’એ પાંચ દિવસમાં 175.21 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. જ્યારે ‘ભૂત બંગલા’ ફિલ્મે કુલ 117.71 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. એટલે કે હોરર કોમેડી ફિલ્મની કમાણી મામલે હજી પણ પ્રભાસની હોરર કોમેડી ફિલ્મ ‘ધ રાજા સાહબ’ જ પહેલા ક્રમે છે. ‘ભૂત બંગલા’ ફિલ્મમાં અક્ષય સાથે પરેશ રાવલ, ગબ્બી અને રાજપાલ યાદવ જેવા સ્ટાર છે એટલે હજી ફિલ્મ સારી એવી કમાણી કરશે તેવી આશા છે.