Mon Oct 05 2026

Logo

પેરિસ ફેશન વીકથી પાછા ફર્યા બાદ મુંબઈ એરપોર્ટ પર ફેન્સ સાથે કર્યું એવું વર્તન કે...વીડિયો થયો વાઈરલ...

2026-09-30 15:02:46
Author: Darshana Visaria
પેરિસ ફેશન વીકથી પાછા ફર્યા બાદ મુંબઈ એરપોર્ટ પર ફેન્સ સાથે કર્યું એવું વર્તન કે...વીડિયો થયો વાઈરલ...

Aishwarya Rai Bachchan


પેરિસ ફેશન વીક 2026 દરમિયામ પોતાના શાહી અંદાજથી દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યા બાદ બોલીવૂડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) આખરે ભારત પરત ફરી છે. મુંબઈ એરપોર્ટ પર ઉતરતાં જ એક્ટ્રેસે પોતાના ચાહકોનું જે રીતે સ્વાગત કર્યું તે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બન્યું છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. 

એરપોર્ટ બહાર નીકળતી વખતે ઐશ્વર્યાએ કોઈ પણ ઉતાવળ વિના ચાહકો સાથે તસવીરો પડાવી, ઓટોગ્રાફ આપ્યા અને પેપરાઝીને હાથ જોડીને અભિવાદન કર્યું હતું. ઐશ્વર્યાવા આ નમ્ર અને સાદગીપૂર્ણ વ્યવહારના વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ફેન્સ તેના વખાણ કરતાં નથી થાકી રહ્યા. 

વાત કરીએ બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યાના એરપોર્ટ લૂકની તો આ સમયે ઐશ્વર્યા રાય બ્રાઉન રંગના લોંગ કોટ, ખુલ્લા લાલ હાઇલાઇટેડ વાળ અને સ્ટાઇલિશ સનગ્લાસિસમાં અત્યંત ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. આ લુક પેરિસ ફેશન વીકના તેના લુક સાથે ખૂબ જ મેળ ખાતો હતો.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે તે કાર તરફ જતી વખતે એક ચાહકે ઐશ્વર્યાને સેલ્ફી માટે પૂછ્યું હતું અને ઐશ્વર્યાએ સહેજ પણ ખચકાટ વિના પહેલાં પોતાની બેગ કારમાં મૂકી અને પછી હસતા મોઢે પોઝ આપ્યો હતો. એટલું જ નહીં, અન્ય ઉપસ્થિત ચાહકોને પણ ઓટોગ્રાફ આપીને ખુશ કરી દીધા હતા.

કારમાં બેસતાં પહેલાં ઐશ્વર્યાએ ત્યાં હાજર પેપરાઝી અને ફોટોગ્રાફર્સ તરફ બંને હાથ જોડીને ભારતીય સંસ્કૃતિ મુજબ નમસ્તે કર્યું અને સ્મિત સાથે વિદાય લીધી હતી. સોશિયલ મીડિયા પર નેટીઝન્સે આ વીડિયો જોઈને કમેન્ટ્સનો વરસાદ કર્યો હતો. કોઈએ તેને "ખૂબસૂરતી અને સંસ્કારનો અદભુત સંગમ" ગણાવ્યો તો કોઈએ ગ્લોબલ સ્ટાર હોવા છતાં તેના ડાઉન-ટુ-અર્થ સ્વભાવની પ્રશંસા કરી.
 
28મી સપ્ટેમ્બરના રોજ પેરિસના પ્લેસ જોફ્ર ખાતે આયોજિત પેરિસના ‘લે ડેફિલે’ શોમાં ઐશ્વર્યાએ ભવ્ય રનવે વોક સાથે શોનું સમાપન (Showstopper/Grand Finale) કર્યું હતું. સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ મોહિત રાય દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા અને સીરિયન લક્ઝરી બ્રાન્ડ 'યારા શૂમેકર' ના કાળા પરિધાનમાં ઐશ્વર્યાનો કોન્ફિડન્સ જોવા જેવો હતો.

પેરિસમાં ફેશન વીક ઉપરાંત હોલીવૂડની પ્રખ્યાત સિરીઝ ‘બ્રિજર્ટન’ ફેમ એક્ટ્રેસ સિમોન એશ્લે (Simone Ashley) સાથે ઐશ્વર્યાની બેકસ્ટેજ મુલાકાત પણ ખૂબ ચર્ચામાં રહી હતી. સિમોને જણાવ્યું હતું કે આખા વર્ષમાં મળવાનો મોકો નથી મળતો, પરંતુ દર વર્ષે લોરિયલના મંચ પર ઐશ્વર્યાને મળીને વાતો કરવી તેના માટે સૌથી સુંદર પળોમાંની એક હોય છે.