Mon Oct 05 2026

Logo

Aishwarya Rai Paris Fashion Week: ફેશન વીકમાં ઐશ્વર્યા રાયનો બ્લેક વેલ્વેટ લુક છવાયો! વીડિયો થયો વાઈરલ

paris   2026-09-29 16:17:00
Author: Darshana Visaria
Aishwarya Rai Paris Fashion Week: ફેશન વીકમાં ઐશ્વર્યા રાયનો બ્લેક વેલ્વેટ લુક છવાયો! વીડિયો થયો વાઈરલ

Aishwarya Rai Bachchan


બોલીવૂડ સુપરસ્ટાર અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એકવાર ગ્લોબલ ફેશન મંચ પર ભારતનું રિપ્રેઝેન્ટ કરવા પેરિસ પહોંચી છે. પેરિસ ફેશન વીકના ગ્રાન્ડ ઈવેન્ટમાં ઐશ્વર્યા પોતાની દીકરી આરાધ્યા બચ્ચન સાથે નજરે પડી હતી. પેરિસથી સામે આવેલી તસવીરો અને વીડિયોમાં ઐશ્વર્યા તેના ગ્લેમરસ બ્લેક વેલ્વેટ આઉટફિટમાં રેમ્પ પર આત્મવિશ્વાસથી છવાયેલી જોવા મળી રહી છે.

ઈવેન્ટ સ્થળે આંતરરાષ્ટ્રીય ફેન્સ વચ્ચે ઘેરાયેલી ઐશ્વર્યાએ કોઈ પણ ઉતાવળ વિના સહજતાથી સેલ્ફી પડાવી હતી અને વિદેશી મિત્રોને ઉમળકાભેર ગળે લગાવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે ઐશ્વર્યા રાય આંતરરાષ્ટ્રીય પ્રશંસકોની વચ્ચે અત્યંત નમ્રતાથી ઊભી છે. એક ચાહકે સેલ્ફી માટે ફોન આગળ ધર્યો ત્યારે ઐશ્વર્યાએ પોતે કેમેરાના ફ્રેમમાં આગળ ઝૂકીને સ્મિત સાથે પોઝ આપ્યો હતો.

વાત કરીએ ઐશ્વર્યા રાયના લૂકની તો હંમેશા એલિગન્ટ બ્લેક વેલ્વેટ લુક અને રેમ્પ વોક દરમિયાન તેના સ્ટેજ પ્રેઝન્સની સોશિયલ મીડિયા પર જોરદાર પ્રશંસા થઈ રહી છે. દર વખતની જેમ આ વખતે પણ આરાધ્યા બચ્ચન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પોતાની મમ્મી સાથે મજબૂતીથી ઊભેલી જોવા મળી હતી.

આ ઉપરાંત એક ક્ષણ એવી પણ આવી કે જ્યારે ઐશ્વર્યા પોતાના ફેન્સ અને સ્થાનિક મીડિયા સાથે વાતચીતમાં વ્યસ્ત હતી, ત્યારે આરાધ્યા તેની પડખે શાંતિથી ઊભી રહીને સમગ્ર માહોલને માણી રહી હતી, નિરીક્ષમ કરી રહી હતી. નેટિઝન્સ સોશિયલ મીડિયા પર મા-દીકરીની આ બોન્ડિંગની ખૂબ પ્રશંસા કરતાં થાકી નથી રહ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય ઘણા લાંબા સમયથી લોરિયલ પેરિસની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર છે અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલથી લઈને પેરિસ ફેશન વીક સુધી બ્રાન્ડનો મુખ્ય ચહેરો રહી છે. 28મી સપ્ટેમ્બરના રોજ એફિલ ટાવર નજીક પ્લેસ જોફ્ર ખાતે આ ભવ્ય રનવે શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘વોક યોર વર્થ’ થીમ પર હોલિવૂડ સેલેબ્સ સાથે ચમકી:
લોરિયલ પેરિસના 'લે ડેફિલે' 2026 એડિશનની થીમ ‘વોક યોર વર્થ’ (Walk Your Worth) રાખવામાં આવી છે, જે મહિલા સશક્તિકરણ, આત્મવિશ્વાસ, વિવિધતા અને સમાવેશીતાને પ્રોત્સાહન આપે છે. આ ઇવેન્ટમાં ઐશ્વર્યા ઉપરાંત હોલિવૂડ અને ગ્લોબલ ફેશન વર્લ્ડના અનેક મહાનુભાવો, દિગ્ગજો જેમ કે વિયોલા ડેવિસ, કારા ડેલેવિંગ્ને, જેન ફોન્ડા, કેન્ડલ જેનર, ઈવા લોંગોરિયા અને સિમોન એશ્લે સહિતના સ્ટાર્સ પણ રેમ્પ પર ઉતર્યા હતા.