Fri Apr 17 2026

Logo

અમદાવાદના ટોચના બિલ્ડરની વિકૃતિ, પરિણીતાની ડીટેઈલ્સ પોર્ન ગ્રુપમાં મૂકી, 16 યુવતીને બનાવી શિકાર

2026-02-18 11:21:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ શહેરના  ટોચના બિલ્ડરની વિકૃતિ સામે આવી હતી. બિલ્ડરે પરિણીતાની ડીટેઈલ્સ પોર્ન ગ્રુપમાં મૂકી હતી. ચોંકાવનારી વાત એ છે કે બિલ્ડરે આ રીતે 16 યુવતીને શિકાર બનાવી હતી.

જાણો શું છે મામલો
શહેરના નરોડામાં રહેતી 37 વર્ષીય પરિણીતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક કરી, તેને બીભત્સ ફેસબુક ગ્રૂપમાં એડ કરી હેરાન કરવા બદલ પોલીસે પૂર્વના પ્રખ્યાત બિલ્ડર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગત 6 ફેબ્રુઆરી 2026ના રોજ પરિણીતાઘરે હાજર હતી ત્યારે તેમને એક અજાણ્યા ઈ-મેઈલ આઈડી પરથી સંદેશો મળ્યો હતો. આ મેસેજમાં તેમની તબિયત વિશે પૂછવામાં આવ્યું હતું અને તેમના પગમાં ફ્રેક્ચર થયું હોવાની વિગત લખી હતી. 

નવાઈની વાત એ હતી કે,પરિણીતાના પગમાં ફ્રેક્ચર હોવાની જાણ કોઈને નહોતી, છતાં અજાણ્યા વ્યક્તિને આ વાતની ખબર પડતા પરિણીતાને શંકા ગઈ હતી. શંકાના આધારે પરિણીતાએ તેમના ગૂગલ એકાઉન્ટની પર્સનલ ઇન્ફોર્મેશન અને સેટિંગ્સ તપાસ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમના એકાઉન્ટમાં બે મોબાઈલ નંબર તેમના અને એક પતિનો હતો, પરંતુ ચોથો નંબર કોઈ અજાણ્યા વ્યક્તિનો હતો. વધુ તપાસ કરતા આ નંબર તેમના કુટુંબી અને તેમના વિસ્તારમાં રહેતા બિલ્ડર વિકેનભાઈ નારણભાઈ પ્રજાપતિનો હોવાનું ખૂલ્યું હતું.

બિલ્ડરે પહેલાં પણ કરી હતી આવી હરકત

આટલું જ નહીં, જ્યારે પરિણીતા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સેટિંગ્સ તપાસ્યા, ત્યારે માલૂમ પડ્યું કે તેમનું એકાઉન્ટ અન્ય એક ડિવાઇસ માં પણ લોગ-ઇન થયેલું હતું. આરોપી વિકેન નારણભાઇ પ્રજાપતિએ પરિણીતાના ગૂગલ આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી ફેસબુકમાં લોગ-ઇન કર્યું હતું. ત્યારબાદ તેણે પરિણીતાને બે બીભત્સ ફેસબુક ગ્રૂપમાં એડ કરી દીધી હતી. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપી વિકેન અગાઉ પણ મેસેજો કરીને હેરાન કરતો હતો, જે બાબતે નવેમ્બર 2024માં પોલીસ અરજી કરવામાં આવી હતી. જોકે, તે સમયે કુટુંબી હોવાથી સમાજમાં બેસીને સમાધાન કરવામાં આવ્યું હતું. પરંતુ આરોપીએ ફરીથી આ પ્રકારની હરકત કરતા આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

12 કરોડના બંગ્લામાં રહે છે બિલ્ડર

પોલીસ તપાસમાં એવી પણ વિગત ખૂલી છે કે, આરોપી વિકેન પૂર્વ વિસ્તારમાં મોટો બિલ્ડર છે, તેની પાસે અબજો રૂપિયાની જમીન છે અને તે 22 ગામનો ખેડૂત છે. તે હાલ 12 કરોડ રૂપિયાના બંગ્લામાં રહે છે અને લક્ઝુરિયસ ગાડીઓ રાખે છે. પરંતુ બિલ્ડર વિકેન કેટલાક સમયથી સાઇકીક થઇ ગયો છે અને આ રીતે વિવિધ લોકોના આઇડી બનાવી મેસેજ કરી રહ્યો છે. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે બિલ્ડર સામે વધુ તપાસ હાથ ધરી હતી.