Tue Oct 06 2026

Logo

આજે વહેલી સવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતા નોંધાઈ

Kabul   2026-10-01 09:39:00
Author: Vimal Prajapati
આજે વહેલી સવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતા નોંધાઈ

કાબુલઃ આજે સવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.3 નોંધાઈ છે. આ ભૂકંપ (ભારતીય સમય પ્રમાણે) સવારે લગભગ 6:59 વાગ્યે આવ્યો. તેનું કેન્દ્રબિંદુ 36.05 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 68.87 ડિગ્રી પૂર્વ રેખાંશ પર છે. ભૂકંપનું ઉદ્ગમ સ્થાન માત્ર 10 કિલોમીટરની ઓછી ઊંડાઈએ નોંધાયું હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ સપાટીની નજીક હોવાને કારણે અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી મળ્યાં

આ ભૂકંપના કારણે હજી કોઈ જાનહાનિના સમાચાર પ્રકાશમાં આવ્યું નથી.આ વારના સમયે જ્યારે મોટાભાગના લોકો ઘરોમાં હતા ત્યારે અચાનક ધરતી ધ્રૂજવા લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. બહુમાળી ઇમારતો અને મકાનોમાં પંખા તથા વાસણો હલવા લાગતા લોકો જીવ બચાવવા માટે તાત્કાલિક ઘરોમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાન તરફ ભાગ્યા હતા. હિંદુકુશ પર્વતમાળાનો આ વિસ્તાર ભૌગોલિક રીતે ટેક્ટોનિક પ્લેટોની હલચલ માટે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે, જેના કારણે અહીં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.

સ્થાનિક વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ દ્વારા હાલ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. રાહતની વાત એ છે કે ભૂકંપની ઊંડાઈ વધુ હોવાને કારણે સપાટી પર તેનો આઘાત ઓછો અનુભવાયો હતો અને અત્યાર સુધી કોઈ મોટા જાનમાલના નુકસાન કે ઇજાગ્રસ્ત થવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.