કાબુલઃ અફઘાનિસ્તાનમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. NCS દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ હતી. આજે સવારે 10 વાગ્યાની આસપાસ ભૂંકપ આવ્યો હતો. જો કે, ભૂકંપના કારણે કોઈ નુકસાન થયું હોવાના સમાચાર મળ્યાં નથી. અફઘાનિસ્તાન સાથે સાથે આજે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં પણ વહેલી સવારે 5.40 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ સમગ્ર અંગે એક્સ પર પોસ્ટ કરીને વિગતો જાહેર કરવામાં આવી છે.
તિબેટમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, છેલ્લા ત્રણ દિવસમાં એક જ પટ્ટામાં બેથી ત્રણ ભૂકંપના આંચકા આવ્યાં છે. મંગળવારે તિબેટમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે, તેમાં પણ કોઈ નુકસાનના સમાચાર મળ્યાં નથી. નેપાળ અને તિબેટમાં આવેલા ભયાનક પૂર બાદ આવેલા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
EQ of M: 3.2, On: 09/09/2026 05:40:47 IST, Lat: 33.348 N, Long: 76.665 E, Depth: 10 Km, Location: Kishtwar, Jammu and Kashmir.
— National Center for Seismology (@NCS_Earthquake) September 9, 2026
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @tummalasrini @GSuresh_NCS @ndmaindia pic.twitter.com/HwAcho6SzQ
અફઘાનિસ્તાનની વાત કરવામાં આવે તો, સોમવારે વહેલી સવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 હતી. તે સવારે 5:36 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ સપાટીથી આશરે 130 કિલોમીટર નીચે હતું. જે પછી આજે પણ 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
EQ of M: 4.2, On: 09/09/2026 10:01:25 IST, Lat: 36.421 N, Long: 71.203 E, Depth: 215 Km, Location: Afghanistan.
— National Center for Seismology (@NCS_Earthquake) September 9, 2026
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @tummalasrini @GSuresh_NCS @ndmaindia pic.twitter.com/0rtChTN2wQ
ભારતમાં પણ ગઈ કાલે અરૂણાચલ પ્રદેશમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ હતી. ભૂકંપ વહેલી સાવેરા 5:44 વાગ્યે આવ્યો હતો. જો કે, કોઈ નુકસાન થયું નહોતું. તે પછી આજે તિબેટમાં ભૂકંપના આવ્યો હતો. તિબેટમાં ગત ગુરૂવારે પણ 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેપાળ અને તિબેટમાં અત્યારે હાલાત ખૂબ જ ખરાબ છે, તેવામાં ભૂકંપના આંચકા આવતા વધારે જોખમ સર્જાય છે.