Tue Oct 06 2026

Logo

૨૦૨૬માં બોક્સ ઓફિસ પર ધમાકો: ૧૦ ફિલ્મોએ પાર કર્યો ૩૦૦ કરોડનો આંકડો

2026-09-30 21:28:00
Author: Mumbai Samachar Team
૨૦૨૬માં બોક્સ ઓફિસ પર ધમાકો: ૧૦ ફિલ્મોએ પાર કર્યો ૩૦૦ કરોડનો આંકડો

મુંબઈ: વર્ષ 2026 ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બોક્સ ઓફિસની દૃષ્ટિએ નોંધપાત્ર રહ્યું છે. બોલિવૂડથી લઈને સાઉથ સિનેમા સુધી અનેક ફિલ્મોએ શાનદાર કમાણી કરી છે. ખાસ વાત એ છે કે આ વર્ષે અત્યાર સુધીમાં 10 ભારતીય ફિલ્મોએ વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. તેમાં રણવીર સિંહની ‘ધુરંધર 2’ સૌથી મોટી કમાણી કરનારી ફિલ્મ રહી છે, જ્યારે ‘બોર્ડર 2’, ‘હનુમાન અંશ’, ‘ટોક્સિક’ અને ‘મિર્ઝાપુર: ધ મૂવી’ જેવી ફિલ્મોએ પણ આ ક્લબમાં સ્થાન મેળવ્યું છે. 

‘ધુરંધર 2’
આ યાદીમાં ‘ધુરંધર 2’ સૌથી આગળ છે. એક આંકડા અનુસાર ફિલ્મે ભારતમાં 1,375.39 કરોડ રૂપિયા ગ્રોસ અને 1,149.30 કરોડ રૂપિયા નેટ કલેક્શન કર્યું છે. ઓવરસીઝમાં 438 કરોડ રૂપિયાની કમાણી સાથે ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન 1,813.39 કરોડ રૂપિયા થયું છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ અને સારા અર્જુન જેવા કલાકારો જોવા મળ્યા હતા. ફિલ્મનો પહેલો ભાગ ડિસેમ્બર 2025માં રિલીઝ થયો હતો. 

‘બોર્ડર 2’ 
આ ફિલ્મ પણ 300 કરોડ ક્લબમાં દાખલ થઈ છે. સની દેઓલ, દિલજીત દોસાંઝ, વરુણ ધવન અને અહાન શેટ્ટી અભિનીત ‘બોર્ડર 2’એ વિશ્વભરમાં 450.19 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ભારતમાં ફિલ્મે 392.94 કરોડ રૂપિયા ગ્રોસ અને 329.43 કરોડ રૂપિયા નેટ કમાણી કરી, જ્યારે ઓવરસીઝ માર્કેટમાંથી 57.25 કરોડ રૂપિયા મળ્યા છે. 

‘પેદ્દી’ અને ‘હનુમાન અંશ’
રામ ચરણની ‘પેદ્દી’એ વિશ્વભરમાં 341.90 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ભારતમાં તેનું ગ્રોસ કલેક્શન 289 કરોડ રૂપિયા અને નેટ 244.64 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે ઓવરસીઝમાંથી 52.90 કરોડ રૂપિયા મળ્યા હતા. બીજી તરફ, ‘હનુમાન અંશ’એ અપેક્ષા કરતાં લાંબી થિયેટર રન મેળવીને 368.90 કરોડ રૂપિયા ગ્રોસ ડોમેસ્ટિક કલેક્શન અને 312.28 કરોડ રૂપિયા નેટ કમાણી કરી છે. ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન 407.90 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. 

‘જન નાયકન’ અને ‘કરુપ્પુ’  
થલપતિ વિજયની ફિલ્મ ‘જન નાયકન’એ વિશ્વભરમાં 324.65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ભારતમાં ફિલ્મે 231.15 કરોડ રૂપિયા ગ્રોસ અને 198.54 કરોડ રૂપિયા નેટ કમાયા, જ્યારે ઓવરસીઝમાંથી 93.50 કરોડ રૂપિયા મળ્યા હતા. ‘કરુપ્પુ’માં સૂર્યા લીડ રોલમાં છે અને ફિલ્મે વિશ્વભરમાં 310.12 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેનું ડોમેસ્ટિક કલેક્શન 229.97 કરોડ રૂપિયા અને ઓવરસીઝ કલેક્શન 81.15 કરોડ રૂપિયા છે. 

‘ટોક્સિક’ અને ‘મન શંકર પ્રસાદ ગારુ’ 
યશની ડબલ રોલવાળી ‘ટોક્સિક’એ વિશ્વભરમાં 342.23 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ભારતમાં ફિલ્મે 289.48 કરોડ રૂપિયા ગ્રોસ અને 250.11 કરોડ રૂપિયા નેટ કમાયા, જ્યારે ઓવરસીઝ કલેક્શન 43.75 કરોડ રૂપિયા જેટ્લુ રહ્યું હતું. ‘મન શંકર પ્રસાદ ગારુ’એ પણ 301.49 કરોડ રૂપિયાનું વર્લ્ડવાઇડ કલેક્શન કર્યું છે, જેમાં ભારતમાંથી 258.49 કરોડ રૂપિયા ગ્રોસ અને 218.47 કરોડ રૂપિયા નેટ તથા ઓવરસીઝમાંથી 43 કરોડ રૂપિયા સામેલ છે. 

'મિર્ઝાપુર: ધ મૂવી’ અને ‘બેથલહેમ કુડુંબા યુનિટ’ 
ગુરમીત સિંહની ‘મિર્ઝાપુર: ધ મૂવી’એ અત્યાર સુધીમાં વિશ્વભરમાં 332.54 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ભારતમાં તેનું ગ્રોસ કલેક્શન 271.74 કરોડ રૂપિયા અને નેટ 229.35 કરોડ રૂપિયા છે. ફિલ્મ હજુ થિયેટરમાં ચાલી રહી છે.
 
બીજી તરફ, ‘બેથલહેમ કુડુંબા યુનિટ’એ વિશ્વભરમાં 329.70 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ભારતમાં તેનું ગ્રોસ કલેક્શન 191.32 કરોડ રૂપિયા અને નેટ 168.87 કરોડ રૂપિયા છે, જ્યારે ઓવરસીઝમાંથી 138.25 કરોડ રૂપિયા મળ્યા છે. આ ફિલ્મનો રનટાઇમ 2 કલાક 37 મિનિટ છે અને તેનું નિર્દેશન ગિરીશ એડીએ કર્યું છે.