દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
રાજસ્થાનના સાધ્વી પ્રેમ બાઈસાના મૃત્યુ કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો
રાજસ્થાનના જોધપુરમાં સાધ્વી પ્રેમ બાઈસાના મૃત્યુ કેસમાં પોલીસે એક સફળતા મેળવી છે. જેમાં પોલીસ કમિશનર ઓમ પ્રકાશ પાસવાને જણાવ્યું હતું કે એફએસએલ અને હિસ્ટોપેથોલોજી રિપોર્ટ સૂચવે છે કે મૃત્યુ હૃદય અને ફેફસા સંબંધિત બીમારીને કારણે થયું હતું. 44 લોકોના ઇન્ટરવ્યુ, 106 મોબાઇલ ફોન સીડીઆર અને 37 નમૂનાઓની તપાસ કર્યા પછી આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો.
ગુડ ન્યૂઝ...અભિષેકે પ્રૅક્ટિસ શરૂ કરી, બૅડ ન્યૂઝ...કોલંબોમાં એકધારો હળવો વરસાદ
વર્લ્ડ નંબર-વન ટી-20 બૅટ્સમૅન અભિષેક શર્મા પેટની ખરાબીને કારણે દિલ્હીમાં નામિબિયા સામેની ગુરુવારની મૅચમાં નહોતો રમ્યો, પણ હવે રવિવારે કોલંબોમાં પાકિસ્તાન સામેના મહા મુકાબલા પહેલા ઑલમોસ્ટ ફિટ થઈ ગયો છે અને શનિવારે તેણે આર. પ્રેમદાસા સ્ટેડિયમના મેદાન પર પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી. પેટની તકલીફને લીધે તે એક દિવસ દિલ્હીની હૉસ્પિટલમાં રહ્યો હતો. તે પાકિસ્તાન સામે કદાચ નહીં રમે એવી ભારતીય ક્રિકેટપ્રેમીઓને ચિંતા હતી, પણ શનિવારે તેણે 30 મિનિટ સુધી અસલ મૂડમાં બૅટિંગ પ્રૅક્ટિસ કરી હતી. જોકે કોલંબોમાં એકધારો હળવો વરસાદ પડતાં ભારતીય ટીમે પછીથી ઇન્ડોર પ્રૅક્ટિસ કરવી પડી હતી. અભિષેકના સમાવેશ સાથે ટીમમાંથી મોટા ભાગે સંજુ સૅમસનને ઇલેવનની બહાર રાખવામાં આવશે અને અભિષેક-ઇશાન દાવની શરૂઆત કરશે.

પીએમ મોદીએ સેવાતીર્થથી રોડ અકસ્માત પીડિતોને રાહત આપતો નિણર્ય લીધો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નવા કાર્યાલય સેવાતીર્થથી પ્રથમ મોટો નિર્ણય લીધો છે. જેમાં પીએમ રોડ અકસ્માત પીડિત હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ (RAHAT) યોજનાને મંજૂરી આપી છે. આ નિર્ણયને માર્ગ અકસ્માતોમાં સમયસર સારવારના અભાવે થતા મૃત્યુને રોકવા તરફ એક મોટું પગલું માનવામાં આવે છે. જેમાં અકસ્માત પીડિતોને 1. 5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળશે.
રાહુલ ગાંધીનો મોટો આક્ષેપ, કહ્યું ટ્રેડ ડીલ દેશના ટેક્સટાઈલ ઉદ્યોગને બરબાદ કરી દેશે
ભારત અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી સતત સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. જેમાં રાહુલ ગાંધી શુક્રવારે ખેડૂત નેતાઓને મળ્યા હતા. ત્યારે આજે એક વિડીયો શેર કરીને તેમણે આરોપ લગાવ્યો કે ટ્રેડ ડીલ દેશના ટેક્સટાઈલ ઉદ્યોગને બરબાદ કરી દેશે.
સ્કૉટલૅન્ડ માત્ર 152 રન બનાવ્યા પછી ઇંગ્લૅન્ડની બે વિકેટ લીધી
કોલકાતામાં ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ-સીમાં સ્કૉટલૅન્ડની ટીમ પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં માત્ર 152 રન બનાવી શકી હતી, પરંતુ હવે એણે ભૂતપૂર્વ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડની માત્ર 13 રનમાં બે વિકેટ લઈ લીધી છે. ફિલ સૉલ્ટ અને જૉસ બટલર જેવા નામાંકિત ઓપનર અનુક્રમે બે અને ત્રણ રન બનાવીને પૅવિલિયન ભેગા થઈ ગયા છે. બે્રન્ડન મૅકમુલન અને બ્રાડ ક્યૂરીએ એક-એક વિકેટ લીધી છે. સ્કૉટલૅન્ડના 152 રનમાં કૅપ્ટન રિચી બૅરિંગ્ટનના 49 રન હાઇએસ્ટ હતા. બ્રિટિશ ટીમ વતી સ્પિનર આદિલ રાશીદે સૌથી વધુ ત્રણ વિકેટ મેળવી હતી.
પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસ આતંકીઓને ખભા પર બેસાડે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામની મુલાકાત દરમિયાન જાહેર સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમને પુલવામાના આતંકી હુમલાનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને આડે હાથે લીધી હતી. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ આતંકીઓને ખભા પર બેસાડે છે.
યુપીમાં વેલેન્ટાઇન ડેના દિવસે યુવકે યુવતીને ગોળી મારી, કારમાંથી બંનેની લાશ મળી
ઉત્તર પ્રદેશમાં વેલેન્ટાઇન ડેના દિવસે એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં નોઇડામાં એક કારમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. આ બંનેના શરીર પર ગોળીના ઘા જોવા મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે યુવકે પહેલા યુવતીને ગોળી મારી હતી અને પછી પોતાની જાતને ગોળી મારી હતી
ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બની ધમકી, ટોયલેટમાં લેટર મળ્યો
આજે સવારે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શિલોંગ જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E 7304માં બોમ્બની ધમકી મળ્યા બાદ ભયનો માહોલ સર્જાયો હતો. મુસાફરો વિમાનમાં ચઢતા પહેલા ટોયલેટની અંદર બોમ્બ હોવાનો દાવો કરતી એક ચિઠ્ઠી મળી આવી હતી.
સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આગ
સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલી નવી બનેલી રુંગટા ઑસ્ટ્રિયા નામની બિલ્ડીંગ નીચે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં આગના ગોટેગોટા દૂર સુધી નજરે પડતા ભયનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને બે બિલ્ડિંગની વચ્ચેના ભાગમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે આવીને કામગીરી શરૂ કરી છે.
ડ્રગ્સ તસ્કરી કરતા જહાજ પર અમેરિકાનો હુમલો, ત્રણનાં મોત
અમેરિકન સૈન્યએ કેરેબિયનમાં કથિત ડ્રગ્સની દાણચોરીમાં સામેલ એક જહાજને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. યુએસ સૈન્યએ જણાવ્યું હતું કે તેમણે કેરેબિયન ડ્રગ્સની દાણચોરીના આરોપમાં એક જહાજ પર હુમલો કર્યો હતો. યુએસ સધર્ન કમાન્ડે સોશિયલ મીડિયા પર હુમલાનો એક વીડિયો શેર કર્યો છે.
પુલવામા હુમલાની આજે વરસી, જમ્મુ-કાશ્મીરમાં હાઇ એલર્ટ
જમ્મુ અને કાશ્મીરમાં પુલવામા આતંકી હુમલાની વરસી નિમિત્તે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના મહાનિર્દેશક લેથપોરામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ જૈશ-એ-મહોમ્મદના આતંકીએ શ્રીનગર-જમ્મુ હાઇવે પર CRPFના કાફલા પર કાર બોમ્બથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા.
PM મોદી કુમાર ભાસ્કર વર્મા પુલનું ઉદ્ઘાટન કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીના રોજ બ્રહ્મપુત્ર નદી પર બનેલા છ લેનના કુમાર ભાસ્કર વર્મા પુલનું ઉદ્ઘાટન કરશે. આ પુલ માત્ર એન્જિનિયરિંગની કમાલ જ નથી, પરંતુ સમય બચાવનાર પણ છે. આ પુલ ગુવાહાટી અને નોર્થ ગુવાહાટી વચ્ચેની મુસાફરીનો સમય 45 થી 60 મિનિટથી ઘટાડીને માત્ર 7 થી 10 મિનિટ કરી દેશે.