Sun Feb 15 2026

Logo

White Logo

અમેરિકાના ટેક્સાસમાં  યુએસ F-35B ફાઇટર જેટ ક્રેશ, પાયલોટ સુરક્ષિત

Texas   10 hours ago
Author: Chandrakant Kanojia
Video

ટેક્સાસ : અમેરિકાના ટેક્સાસમાં યુએસ F-35B ફાઇટર જેટ ક્રેશ-લેન્ડિંગ થયું છે. જોકે, આ દુર્ઘટનામાં પાયલોટ ઇજેકટ થઈને સુરક્ષિત રીતે બહાર નીકળ્યો હતો. આ ઘટના ટેક્સાસના નેવલ એર સ્ટેશન જોઈન્ટ રિઝર્વ બેઝ ફોર્ટ વર્થ ખાતે બની હતી. ક્રેશ લેન્ડિંગ પછી પાયલોટ બહાર નીકળી ગયો અને બચી ગયો. વીડિયોમાં F-35B લાઈટનિંગ II ફાઈટર જેટના ક્રેશ લેન્ડિંગ દરમિયાન પાયલોટ બહાર નીકળતો જોવા મળે છે.


જેટ અચાનક કાબુ બહાર થયું હતું

આ દુર્ઘટના વર્ટીકલ લેન્ડિંગ દરમિયાન બની હતી. જેમાં જેટ અચાનક કાબુ બહાર થયું હતું અને તે રન વે પર ક્રેશ થયું હતું. આ અહેવાલો અનુસાર પાયલોટે  ઇમરજન્સી ઇજેક્શન સીટનો ઉપયોગ કર્યો હતો. પેરાશૂટ ખુલ્યાની થોડીક સેકન્ડોમાં જ તે સુરક્ષિત રીતે જમીન પર ઉતરી ગયો. આ વિડીયો  ફૂટેજમાં F-35B ઉડાન દરમિયાન  ઉતરાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ તેનું નોઝ અચાનક નીચે આવ્યું હતું તેમજ તે  રનવે તરફ ઝૂક્યું હતું. તેમજ 
ધુમાડો નીકળતા પાયલોટ  સફળતાપૂર્વક બહાર નીકળી ગયો. જેમાં જેટના માલિક અને ઉત્પાદક લોકહીડ માર્ટિને પુષ્ટિ કરી છે  કે પાયલોટ  સુરક્ષિત છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ જ એરબેઝ પર અગાઉ પણ આવી જ ઘટના બની છે


ઉલ્લેખનીય છે કે,  આ જ એરબેઝ પર અગાઉ પણ આવી જ ઘટના બની છે. જેમાં  ડિસેમ્બર 2022 માં આ જ બેઝ પર આવી જ ઘટના બની હતી, જ્યાં વર્ટિકલ લેન્ડિંગ નિષ્ફળ જતાં પાયલોટ  બહાર નીકળી ગયો હતો. પાયલોટને નાની ઇજાઓ થઈ હતી. તેમજ  મે 2024 માં ન્યૂ મેક્સિકોમાં કિર્ટલેન્ડ એરફોર્સ બેઝ પર એક F-35B ક્રેશ થયું હતું. જેમાં પાયલોટ ગંભીર રીતે ઘાયલ થયો હતો. F-35B એ યુએસ મરીન કોર્પ્સ માટે વિશિષ્ટ STOVL (શોર્ટ ટેકઓફ/વર્ટિકલ લેન્ડિંગ) ક્ષમતા ધરાવતું સ્ટીલ્થ ફાઇટર છે. આ અકસ્માત ટેકનિકલ ખામી  પાયલોટની ભૂલ અથવા સિસ્ટમ ફેલ્યોરના લીધે  થયો હોઈ શકે છે.